દહેજ મુદ્દે હેરાનગતિ:વડોદરાની યુવતીના જયપુરમાં લગ્ન બાદ પતિ વિદેશ જતાં સાસરિયાએ ત્રાસ આપી કાઢી મુકી

​​​​​​​વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરિણીતાના દાગીના લઈ લીધા બાદ પણ હેરાન કરાતી હતી.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
પરિણીતાના દાગીના લઈ લીધા બાદ પણ હેરાન કરાતી હતી.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • લગ્નજીવનમાં પરિણિતાને હાલ 4 વર્ષની બાળકી છે

વડોદરાની પરિણિતાએ તેના રાજસ્થાનના જયપુર ખાતે રહેતા પતિ સહિત સાસરિયા સામે દહેજ માંગ્યા અને ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.વાઘોડિયા રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતી પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન જુલાઇ 2017માં રાજસ્થાનના જયપુર ખાતે રહેતા હિતેશ મોહનદાસ અડવાણી સાથે થયા હતા. લગ્નમાં પિયર તરફથી મળેલ દાગીના સહિતની ભેટ સોગાદો સાસરિયાઓએ માંગતા તેમને આપી દીધી હતી. લગ્નજીવનમાં પરિણિતાને હાલ 4 વર્ષની બાળકી છે.

દીકરીના જન્મ બાદ માનસિક ત્રાસ અપાતો
લગ્નના થોડા સમય બાદ પરિણિતાને તેના સાસુ દહેજ ઓછું આપ્યું છે તેવું કહી મ્હેણા ટોણા મારતા હતા. પતિ હિતેશ નોકરી માટે બહાર જાય ત્યારે સસરા મોહનદાસ અડવાણી અને દિયર રોહન અડવાણી પરિણિતાના ચારિત્ર્ય પર ખોટા આક્ષેપ કરતા તેમજ પતિને તેના વિરૂદ્ધ ચડામણી કરતા હતા. સાસુ ભાવના અડવાણી પણ પરિણિતા ફોન પર વાત કરતી હોય ત્યારે તેનો ફોન ઝૂંટવી લઇ ફોન ચેક કરતા તેમજ મારઝૂડ કરતા હતા. પરિણિતાને દીકરીનો જન્મ થતાં સાસરિયાઓ શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા.

ઘરમાંથી કાઢી મુકી હતી
પતિ હિતેશ ઓગસ્ટ 2020માં નોકરી માટે વિદેશ ગયો હતો. જેથી જયપુરમાં સાસરિયાઓએ પરિણિતાને ત્રાસ આપીને પહેરાલા કપડે બાળકી સાથે ઘરમાંથી કાઢી મુકતા તે પિયર વડોદરા ખાતે આવી ગઇ હતી. પતિ વિદેશથી પરત આવતા ગત માર્ચ આ બાબતે સમાધાન કરી તેને તેડવા આવ્યો હતો. જો કે પરિણિતાએ પતિ સાથે સમાધાન કરી સાસરીમાં જવા માંગતી ન હોવાથી તેણે વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.