તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પ્રેમલગ્ન બાદ જીવન નિર્વાહ માટે યુવક ચોરીને રવાડે ચઢ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાઇક ચોરનાર અજિત ઉર્ફે અજય રમેશ પાટણવાડિયા ઝડપાયો હતો. - Divya Bhaskar
બાઇક ચોરનાર અજિત ઉર્ફે અજય રમેશ પાટણવાડિયા ઝડપાયો હતો.
  • 2 માસમાં 7 બાઇક ચોરી વેચી દેનાર ગોરવાનો યુવક પકડાયો : પોલીસે 3.25 લાખની બાઇક જપ્ત કરી

શહેરમાં ગોરવાના બેકાર યુવાને લવ મેરેજ કર્યા બાદ જીવન નિર્વાહ ચલાવવા ચોરીને પોતાનો ધંધો બનાવ્યો હતો. યુવકે છેલ્લા 2 મહિનામાં 3 પોલીસ મથકની હદમાંથી 7 વાહનોની ચોરી કરી હતી. ગોરવા પોલીસે બાઇક ચોરને ઝડપી લઈ ચોરીની 7 બાઇક જપ્ત કરી હતી.

શહેરના ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડની કૈલાસધામ સોસાયટીમાં રહેતા અજિત ઉર્ફે અજય રમેશ પાટણવાડિયાએ મહિનાઓ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે તે બેકાર હતો અને કોઈ કામ-ધંધો કરતો નહતો. લગ્ન કર્યા બાદ ઘર ચલાવવા માટે તે વાહનચોરીના રવાડે ચઢ્યો હતો. છેલ્લા અઢી મહિનામાં તેણે ગોરવા પોલીસ મથકની હદમાં ગોરવા ગામ શાક માર્કેટ, સહયોગ શાક માર્કેટ અને સુભાનપુરા વિસ્તારમાંથી 3 બાઇક ચોરી હતી. તદુપરાંત તેણે ગોત્રી પોલીસ મથકની હદમાં વાસણા રોડ પરથી, ગોત્રી ગદાપુરા ચોકડી અને ગોત્રી પ્રિયા મોટર્સ પાસેથી બાઇક ઉઠાવી હતી. તેણે કરજણની ધાવટ ચોકડી નજીકથી પણ એક બાઇક ચોરી હતી.

બનાવની તપાસ દરમિયાન ગોરવા પોલીસ મથકના પીઆઈ આર.સી. કાનમિયા અને તેમની ટીમ પાસે આવેલા એક સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં અજિત ઉર્ફે અજય પાટણવાડિયા હોવાનું સપાટી પર આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. અજિતે ચોરી કરેલી આ બાઇક વેચી હોવાનું જણાવતાં પોલીસે ચોરીની રૂ. 3.25 લાખની કિંમતની 7 બાઇકને જપ્ત કરી હતી. ચોરીની બાઇકને ખરીદનાર સામે પણ કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...