• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After The Love Affair In Padra Of Vadodara, The Young Man Asked The Girl To Marry Him And Said You Belong To A Low Caste, If I Marry, I Will Have To Leave The Village.

લગ્નની લાલચ આપી દુષ્કર્મ:વડોદરાના પાદરામાં પ્રેમસંબંધ બાદ યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવાને કહ્યું- તમે નીચી જ્ઞાતિના છો, લગ્ન કરું તો મારે ગામ છોડી દેવું પડે

વડોદરા19 દિવસ પહેલા
  • જાસપુર રોડ ઉપર આવેલા ફ્લેટ ઉપર યુવતીને બોલાવી દુષ્કર્મ આચર્યું

વડોદરાના પાદરા તાલુકામાં યુવતીને લગ્નની લાલચ આપી જાસપુર ગામના રોડ ઉપર આવેલા ફ્લેટમાં બોલાવી દુષ્કર્મ આચરનાર યુવાન સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, યુવતીના પરિવારજનોએ યુવાનને યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા યુવાને કહ્યું કે, તમે નીચી જ્ઞાતિના છો, લગ્ન કરું તો મારે ગામ છોડી દેવું પડે. પાદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન જાસપુર ગામનો રહેવાસી
પાદરા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના જાસપુર ગામમાં રહેતા વિજય ઉર્ફ ભોલો જગદીશભાઇ વાળંદને 23 વર્ષિય પાયલ (નામ બદલ્યું છે) સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસબંધ હતો. વિજય ઉર્ફ ભોલાએ પાયલને લગ્ન કરવાની લાલચ આપી હતી. અને અવાર-નવાર પાયલને જાસપુર ગામના રોડ ઉપર આવેલા એક ફ્લેટમાં બોલાવતો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.

બે વર્ષમાં અનેક વખત દુષ્કર્મ આચર્યું
ફરિયાદમાં પાયલે એવો પણ આક્ષેપ કર્યો છે કે, વિજય ઉર્ફ ભોલાને શારીરીક સંબંધ ન બાંધવા માટે જણાવતી હતી. ત્યારે તે પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો અને બળજબરી કરી દુષ્કર્મ આચરતો હતો. જ્યારે તેને લગ્ન કરવા માટે જણાવતી હતી ત્યારે તે કોઇને કોઇ બહાના બતાવતો હતો. લગ્ન કરીશ તેવો વિશ્વાસ અપાવીને દુષ્કર્મ આચરતો હતો. છેલ્લા બે વર્ષના સમયગાળામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

લગ્નનું કહેવા જતા મામા-કાકાને ધમકી
પાદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પાયલના પરિવારને પાયલના વિજય ઉર્ફ ભોલા વાળંદ સાથે પ્રેમસબંધ છે અને તેને અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થતા યુવતીના મામા અને કાકા વિજય ઉર્ફ ભોલા વાળંદને મળ્યા હતા અને પાયલ સાથે લગ્ન કરવા જણાવ્યું હતું. ત્યારે વિજય ઉર્ફ ભોલાએ જણાવ્યું કે, તમે નીચી જ્ઞાતિના છો, લગ્ન કરું તો મારે ગામ છોડી દેવું પડે તેમ જણાવી ધમકી આપી હતી.

યુવાન જાતીવિષયક અપશબ્દો બોલ્યો
જાસપુર પંથકમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગે પાદરા પોલીસે વિજય ઉર્ફ ભોલા જગદીશભાઇ વાળંદ સામે દુષ્કર્મનો અને યુવતી તેમજ તેના પરિવારને જાતિ વિષયક અપશબ્દો બોલવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિકારી પી.આર. પટેલ કરી રહ્યા છે. પોલીસ તપાસમાં અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...