હત્યાની કોશિશ:વડોદરામાં છુટાછેડા બાદ પત્નીને સારી રીતે રાખતી સાસુને જમાઇએ ચાકુ માર્યું

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વારસિયામાં હત્યાની કોશિશના ગુનામાં જમાઇની ધરપકડ
  • મન મેળ ન હોવાથી 7 વર્ષ પહેલાં યુવકના છૂટાછેડા થયા હતા

શહેરના વારસીયા વિસ્તારમાં ગાયત્રીનગર સોસાયટીમાં છુટાછેડા બાદ પત્નીને સારું રાખતી સાસુ પર રોષે ભરાયેલા જમાઇ યુવકે ચાકુ મારીને જીવેલેણ હુમલો કર્યો હતો અને ફરાર થઇ ગયો હતો.વારસિયા પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી જમાઇને ઝડપી લીધો હતો.

સયાજી હોસ્પિટલમાં સારવાર બાદ ગાયત્રીનગરમાં રહેતા ભીખીબહેન કાળીદાસ રાણાએ પોલીસમાં રવિ સુરેન્દ્રસિંહ રાઠોડ (રહે, માંજલપુર,અલવાનાકા) સામે ફરિયાદ કરી હતી કે તેમની પુત્રી હેમુ બેનને નવ વર્ષ પહેલાં સ્ટેમ્પ પેપર પર કરાર કરીને રવિ રાઠોડ સાથે લગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં 1 પુત્રી છે. જમાઇ તેની પુત્રીને હેરાન પરેશાન કરતા હોવાથી તથા મનમેળ ના હોવાથી સાત વર્ષ પહેલાં તેમની પુત્રીએ છુટાછેડા લીધા હતા અને તેમની સાથે જ રહે છે. જમાઇ માંજલપુરમાં મિત્રો સાથે રહે છે અને અત્યારે જમાઇ સાથે કોઇ સંબંધ નથી. તેઓ તેમની પુત્રીને સારી રીતે રાખતા હોવાથી જમાઇથી તે જોવાતું ન હતું અને તેનો રોષ રાખી બદલો લેવા માટે તે તેમના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા ત્યારે સાંજના સમયે રવિ અચાનક ધસી આવ્યો હતો અને તેમનું મોં દબાવી મારી નાખવાના ઇરાદે ગળા પર ચાકુ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

દરમિયાન તેમણે બુમાબુમ કરતાં પરિવારજનો એકત્ર થઇ જતાં રવિ રાઠોડ ચાકુ લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ આદરી હતી. હેમુ બેનને નવ વર્ષ પહેલાં સ્ટેમ્પ પેપર પર કરાર કરીને રવિ રાઠોડ સાથે લગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં 1 પુત્રી છે. જમાઇ તેની પુત્રીને હેરાન પરેશાન કરતા હોવાથી તથા મનમેળ ના હોવાથી સાત વર્ષ પહેલાં તેમની પુત્રીએ છુટાછેડા લીધા હતા ત્યારથી હેમુ અને પૂર્વ જમાઈ રવિ રાઠોડ સાથે કોઈ પ્રકારનો સંબંધ ન હતો.

અન્ય સમાચારો પણ છે...