• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After The Corona Era In Vadodara, The Hotel Industry Is Booming Again, The First Rooftop poolside Restaurant Has Opened To Attract Food Lovers.

નવા કન્સેપ્ટમાં હોટલ બિઝનેસ:વડોદરામાં કોરોનાકાળ પછી હોટલ ઉદ્યોગમાં ફરી તેજીનો માહોલ, ખાવાના શોખીનોને આકર્ષવા પ્રથમ રૂફટોપ-પુલસાઇડ રેસ્ટોરાં શરૂ થઈ

વડોદરાએક મહિનો પહેલા
કેટલાક હોટલ-સંચાલકો દ્વારા નવા કોન્સપ્ટ સાથે રેસ્ટોરાં શરૂ કરતાં ચટાકેદાર ખાવાના શોખીનોમાં આકર્ષણ જમાવ્યું છે.
  • રૂફટોપ-પુલસાઇડ રેસ્ટોરાં વિશિષ્ટ વાનગીઓ સાથે સ્કાયલાઇનનો અહેસાસ કરાવશે
  • આ પહેલાં વડોદરામાં ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરાં શરૂ થઈ હતી

વડોદરા શહેરમાં કોરોનાકાળ દરમિયાન હોટલ ઉદ્યોગને માઠી અસર પડી હતી. ભાડાપટ્ટાથી ચાલતી કેટલીક હોટલો અને રેસ્ટોરાં બંધ પણ થઇ ગઇ છે. જોકે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો આવવાના બંધ થઇ જતાં અને સરકાર દ્વારા તબક્કાવાર આપવામાં આવેલી છૂટછાટોમાં રાહત આપવામાં આવતાં શહેરમાં હોટલ ઉદ્યોગ પુનઃ તેજીમાં આવી ગયો છે. કેટલાક હોટલ-સંચાલકો દ્વારા નવા કોન્સપ્ટ સાથે રેસ્ટોરાં શરૂ કરતાં ચટાકેદાર ખાવાના શોખીનોમાં આકર્ષણ જમાવ્યું છે. વડોદરા શહેરમાં પ્રથમ રૂફટોપ-પુલસાઇડ રેસ્ટોરાં શરૂ થઈ છે.

રૂફટોપ-પુલસાઇડ રેસ્ટોરાં શરૂ કરી
વડોદરા શહેરના ભીમનાથ બ્રિજ પાસે આવેલી જાણીતી સયાજી હોટલ દ્વારા હોરાઇઝન, ફાઇન-ડાઇન મલ્ટીક્યુજીન રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. વડોદરામાં આ પ્રથમ એવી રેસ્ટોરાં છે, જે રૂફટોપ-પુલસાઇડ રેસ્ટોરાંના વિચાર સાથે બનાવવામાં આવી છે, જ્યાં ફેમિલી ગેટ-ટુ-ગેધર કરી શકાય છે અને આ રેસ્ટોરાં તમને વિશિષ્ટ વાનગીઓ સાથે સ્કાયલાઇનનો ચટાખેદાર ખાવાના શોખીનોને અહેસાસ કરાવશે. અત્યારસુધીમાં સયાજી હોટલની વડોદરા ઉપરાંત રાજકોટ, ઈન્દોર, પુણે, કોલ્હાપુર, ભોપાલ, રાયપુર, જામનગરને નાશિકમાં હોટલ-રેસ્ટોરાં છે.

રૂફટોપ-પુલસાઇડ રેસ્ટોરાં વિશિષ્ટ વાનગીઓ સાથે સ્કાયલાઇનનો અહેસાસ કરાવશે.
રૂફટોપ-પુલસાઇડ રેસ્ટોરાં વિશિષ્ટ વાનગીઓ સાથે સ્કાયલાઇનનો અહેસાસ કરાવશે.

નવો કોન્સેપ્ટ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો
વડોદરા શહેરના રેસ્ટોરાંના માલિક મંયકભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે કોરોનાનું જોર ઘટતાં સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી રહી છે, જેમાં સરકાર દ્વારા અત્યારસુધી 50 ટકાની મંજૂરી સાથે હોટલ ઉદ્યોગોને પરવાનગી આપવામાં આવી હતી, જેમાં હવે વધારો કરી 75 ટકા લોકોને બેસીને જમવાની મંજૂરી આપવામાં આવી છે. દિવાળીના તહેવારો શરૂ થતાં વડોદરા શહેરની હોટલો, રેસ્ટોરાં ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. હોટલ અને રેસ્ટોરાં-સંચાલકો દ્વારા ગ્રાહકોને પુનઃ પોતાની હોટલ અને રેસ્ટોરાં સુધી લાવવા માટે રૂફટોપ રેસ્ટોરાં, પ્લેનમાં રેસ્ટોરાં જેવા નવા કોન્સેપ્ટો લાવવામાં આવી રહ્યા છે, જે ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ખાવાના શોખીનોને આકર્ષવા પ્રથમ રૂફટોપ-પુલસાઇડ રેસ્ટોરાં શરૂ થઈ.
ખાવાના શોખીનોને આકર્ષવા પ્રથમ રૂફટોપ-પુલસાઇડ રેસ્ટોરાં શરૂ થઈ.

રેસ્ટોરાં બંધ કરીને બે ગેસ્ટહાઉસ શરૂ કર્યા
વડોદરામાં બે હોટલ-ગેસ્ટહાઉસના માલિક નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં મોંઘવારી વધતાં મેં રેસ્ટોરાં બંધ કરી દીધી હતી અને બે હોટલ-ગેસ્ટહાઉસ શરૂ કર્યા છે. હવે પ્રવાસન ઉદ્યોગ ધમધમતા શરૂ થતાં હોટલ ઉદ્યોગને વેગ મળી રહ્યો છે.

હોટલ-ગેસ્ટહાઉસના માલિક નરેન્દ્રસિંહ રાણા.
હોટલ-ગેસ્ટહાઉસના માલિક નરેન્દ્રસિંહ રાણા.

ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરાં શરૂ થઇ
તાજેતરમાં જ વડોદરામાં 2 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરાં શરૂ થઇ છે. વડોદરાવાસીઓ વિમાન જેવી રેસ્ટોરાંમાં બેસીને ખાવાની મજા માણી શકશે. હવે વડોદરા સહિત વિશ્વનાં 9 શહેરમાં એરક્રાફ્ટ રેસ્ટોરાં બની ચૂકી છે. ઉત્તર ભારતમાં પણ પંજાબના લુધિયાણા, હરિયાણા અને ઉત્તરાખંડમાં આવી એરક્રાફ્ટની રેસ્ટોરાં છે. આ રેસ્ટોટાંમાં પ્લેનની જેમ જ એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. 102 વ્યક્તિ એકસાથે બેસી ભોજનનો આસ્વાદ માણી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વડોદરામાં 2 કરોડના ખર્ચે ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરાં તૈયાર કરાઈ છે.
વડોદરામાં 2 કરોડના ખર્ચે ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરાં તૈયાર કરાઈ છે.

1.40 કરોડના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદ્યુ હતું
હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરાંના માલિક એમ.ડી.મુખીએ જણાવ્યું હતું કે ખાસ કરીને સામાન્ય માણસને એરક્રાફ્ટમાં બેસવાનો મોકો નથી મળ્યો તો કેમ નહીં એરક્રાફ્ટની અંદર રેસ્ટોરાં શરૂ કરીએ. જેથી કરીને બેંગલુરુની નેગ કંપની પાસેથી સ્ક્રેપની હાલતમાં 1 કરોડ 40 લાખના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદ કર્યું હતું, પરંતુ કોરોના આવી જતાં લોકડાઉન લાગ્યું અને દોઢ વર્ષ વીતી ગયું. એના એક-એક પાર્ટ્સ લાવી અહીં એને રેસ્ટોરાંનો લુક આપવામાં આવ્યો છે, જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં 102 વ્યક્તિની બેસવાની કેપેસિટી છે.

રેસ્ટોરાંના પહેરવેશને એરહોસ્ટેસ જેવો લુક આપવામાં આવ્યો છે.
રેસ્ટોરાંના પહેરવેશને એરહોસ્ટેસ જેવો લુક આપવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...