વેપારી-શ્રમજીવી બાખડ્યા:મારામારી બાદ ટોળાંએ વાહનો અને સામાન ઊંધો વાળી દીધો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન મૂકવા મુદ્દે ખંડેરાવ માર્કેટ પાછળ વેપારી-શ્રમજીવી બાખડ્યા
  • ​​​​​​​શ્રમજીવીને સામાન્ય ઈજા, મોડી રાત્રે ફરિયાદ નોંધાવવા તજવીજ

ખંડેરાવ માર્કેટના પાછળના ભાગમાં આવેલા ફ્રુટ માર્કેટમાં જૂની અદાવત રાખીને વેપારી અને મજૂર વચ્ચે મારામારી થઈ હતી જેના કારણે વિસ્તારમાં મજૂરોના ટોળાં આવી ગયા હતા અને વાહનો અને સામાન વેરણ છેરણ કરી નાખ્યા હતા.ખંડેરાવ માર્કેટના પાછળના ભાગમાં આવેલી ફ‌ળના વેપારી અને શ્રમજીવી વચ્ચે જૂની અદાવતના કારણે સોમવારે મારા-મારી થઈ હતી. 15 દિવસ પહેલાં પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

મારામારી થતા શ્રમજીવીઓના ટોળાં ધસી આવ્યા હતા, મારામારીના કારણે શ્રમજીવીને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી જેના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારામારી થતા શ્રમીકોમાં ભારે વેપારીઓની દાદાગીરી અંગે ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેના કારણે તેમણે માલ-સામાન અને અને વાહનોને નુક્શાન પહોંચાડ્યું હતું. ઘટના અંગે જાણ થતા પોલીસ પણ આવી પહોંચી હતી. જોકે આ મામલે તુરત કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. મોડી રાત્રે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...