• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After The Announcement Of The Candidate Of Sayajiganj Seat, Now Everyone's Eyes On Manjalpur Seat, Know Which Candidates Are Millionaires And Who Are Billionaires!

વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા, AAPના ઉમેદવારે એક-એક રૂપિયાના 10 હજાર સિક્કા ડિપોઝિટ પેટે ભર્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. - Divya Bhaskar
કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

વડોદરાની સયાજીગંજ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સ્વેજલ વ્યાસ એક-એક રૂપિયાના 10 હજાર સિક્કાના લઈને સમા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેનિય છે કે, સ્વેજલ વ્યાસે લોકો પાસેથી એક-એક રૂપિયો ઉઘરાવીને ડિપોઝિટની રકમ એકત્ર કરી હતી. બીજી તરફ રાવપુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લએ કોઠી કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

AAPના ઉમેદવાર સ્વેજલ વ્યાસ રોકડા રૂ.10 હજારના સિક્કા લઈને ફોર્મ ભરવા પહોંચ્યા
AAPના ઉમેદવાર સ્વેજલ વ્યાસ રોકડા રૂ.10 હજારના સિક્કા લઈને ફોર્મ ભરવા પહોંચ્યા
વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલે આજે ફોર્મ ભર્યું હતું.
વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલે આજે ફોર્મ ભર્યું હતું.

વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલે આજે ફોર્મ ભર્યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટ સહિત તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રેલી સ્વરૂપે યાત્રા યોજી ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત ડભોઈના ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા(સોટ્ટા)એ પણ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તશ્વીન સિંઘે વડોદરાની કોઠી કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તશ્વીન સિંઘે વડોદરાની કોઠી કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

વડોદરાની સયાજીગંજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા અમી રાવતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓએ સમા ખાતે આવેલી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વડોદરાની માંજલપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તશ્વીન સિંઘે વડોદરાની કોઠી કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

રાવપુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
રાવપુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

વડોદરા શહેરની બાકી રહેલી બે બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ સયાજીગંજ બેઠક પર મેયર કેયુર રોકડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા સમય સુધી આ બેઠક પર ડો. વિજય શાહ, જીગર ઇનામદાર અને રાજેશ આયરેનું નામ ચાલતું હતું. સયાજીગંજ બેઠકના ઉમેદવાર જાહેર થયા બાદ હવે માંજલપુર બેઠક પર સૌ કોઈની નજર છે. આ બેઠક પર પાટીદાર ઉમેદવાર જાહેર થવાની શક્યતા છે.

સયાજીગંજ બેઠકના ઉમેદવાર કેયુર રોકડિયા
સયાજીગંજ બેઠકના ઉમેદવાર કેયુર રોકડિયા

જીતુ સુખડિયાએ સીટ ખાલી કરી રોકડિયાનું નામ મુક્યું હતું
વડોદરા શહેરમાં એક બેઠક પર વૈષ્ણવ સમાજને આપવાનું નક્કી હતું. જેમાં ડો. વિજય શાહ અને કેયુર રોડડિયાનું નામ ચર્ચાતું હતું. થોડા મહિનાઓ અગાઉ વડોદરા આવેલા જે.પી નડાએ માંજલપુરમાં વૈષ્ણવ સંપ્રદાયની રેલીમાં હાજરી આપી હતી. તે જ સમયે કેયુર રોકડિયાનું નામ માંજલપુર અથવા સયાજીગંજ વિધાનસભા બેઠક પર નક્કી હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. તદુપરાંત જીતેન્દ્ર સુખડિયા તેમની જગ્યા સ્વૈચ્છિક ખાલી કરી હતી સેન્સ પ્રક્રિયામાં કેયુર રોકડિયાનું નામ મૂક્યું હતું. તદુપરાંત કેયુર રોકડિયાના પડખે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટનું પણ જોર કામ કરી ગયું.

સાંસદે નામ મૂક્યું છતાં ડાંગરની ટિકિટ કપાઇ
માજી મેયર ભરત ડાંગર સયાજીગંજ બેઠક પર મજબુત દાવેદાર હતા. સાંસદ રંજનબહેન ભટ્ટે તેમનું નામ મુક્યું હતું. પરંતુ ભરત ડાંગરને ટીકીટ નહી મળે તેવી હાઇકમાન્ડ દ્વારા સ્પષ્ટ કહેવાયું હતું. આ બેઠક પર જીગર ઇનામદારનું નામ પણ હતું પરંતુ જાતીગત સમીકરણના લીધે તેનું નામ કપાયું હોવાની ચર્ચા છે.

ધારાસભ્યોની સંપત્તિમાં અધધધ વધારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં આજે વડોદરા શહેરની સિટી બેઠક પર ભાજપના મનિષા વકીલ, સાવલીથી ભાજપના કેતન ઇનામદાર, વાઘોડિયા બેઠક પર અપક્ષ ધર્મેન્દ્રસિંહે ફોમ ભર્યું છે. આ તમામ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને 2022ની ચૂંટણી પણ લડવાના છે. આજે ઉમેદવારી નોંધાવનારા આ ઉમેદવારોની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં વધારો થયો છે. જેમાં ભાજપના ધારાસભ્ય અને મંત્રી મનિષા વકીલ કરોડપતિ બન્યા છે. તો અપક્ષ ધર્મેન્દ્રસિંહની સંપત્તિમાં પણ વધારો થયો છે.

મનિષાબેન કરોડપતિ બન્યા
વડોદરા શહેર બેઠક પર મનિષા વકીલે વર્ષ 2017માં 49 લાખ 13 હજાર 967 રૂપિયાની સંપત્તિનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આ વખતે ભાજપ દ્વારા તેમને એ જ સીટ પર રિપિટ કરવામાં આવ્યા છે. તેમણે આ વખતે સોગંદનામામાં 2 કરોડ 37 હજાર 590 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. એટલે પાંચ વર્ષમાં તેઓની સંપત્તિમાં 1 કરોડ 51 લાખની સંપત્તિનો વધારો થયો છે. એટલે કે મનિષાબેન ગુજરાત સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી બન્યા બાદ તેઓ પાંચ વર્ષમાં કરોડપતિ બન્યા છે.

વડોદરા શહેર બેઠકના ઉમેદવાર મનિષા વકીલ.
વડોદરા શહેર બેઠકના ઉમેદવાર મનિષા વકીલ.

કેતન ઇનામદારની સંપત્તિ 1 કરોડ 27 લાખ વધી
સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે વર્ષ 2017માં 2 કરોડ 52 લાખ 20 હજાર 449 રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. ભાજપ દ્વારા આ બેઠક પર કેતન ઇનામદારને 2022ની વિધાનસભા ચૂંટણીમાં રિપિટ કરવામાં આવ્યા છે. આ વખતે સોગંદનામામાં તેમણે તેમની સંપત્તિ 3 કરોડ 79 લાખ 20 હજાર 977 જાહેર કરી છે. એટલે કે તેમની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં 1 કરોડ 27 લાખ 528નો વધારો થયો છે.

સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર.
સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર.

અપક્ષ ધર્મેન્દ્રસિંહ અબજપતિ
વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2017માં 97 કરોડ 82 લાખ 51 હજાર 699ની સંપત્તિ જાહેર કરી હતી. જો કે 2017ની ચૂંટણીમાં તેમનો ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પરાજય થયો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ધર્મેન્દ્રસિંહે ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વખતે ધર્મેન્દ્રસિંહે સોગંદનામામાં 1 અબજ 11 કરોડ, 98 લાખની સંપત્તિ જાહેર કરી છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 14 કરોડ 15 લાખ 88 હજારનો વધારો થયો છે.

વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા.
વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા.

ટિકિટની સાથે સીમાબેન મોહિલે કાર્યાલય ઉદ્ઘાટનમાં પણ કપાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરની ત્રણ વિધાનસભા બેઠક પર નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી બે બેઠક પર ટિકિટ રીપીટ કરાઇ નથી. અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલેની જગ્યાએ ચૈતન્ય દેસાઈના નામની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના લઈને મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ પત્રિકામાંથી પણ સીમાબેન મોહિલેના નામની બાદબાકી કરવામાં આવી છે. જે ચર્ચાનો વિષય બન્યો હતો.

પહેલી પત્રિકામાં સીમાબેનનું નામ નથી, પછી સીમાબેનનું લખીને ફરીથી પત્રિકા છપાવી હતી.
પહેલી પત્રિકામાં સીમાબેનનું નામ નથી, પછી સીમાબેનનું લખીને ફરીથી પત્રિકા છપાવી હતી.

સીમાબેન મોહિલેના નામની ધારાસભ્ય પદ તરીકે ફરી રીપીટ નહીં થતા તેમનું નામ કાર્યાલયના ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકામાંથી પણ ગાયબ થયું હતું. જેને લઇને અકોટા વિધાનસભાના ઉમેદવાર ચૈતન્ય દેસાઈ દ્વારા નવેસરથી આમંત્રણ પત્રિકા બનાવી પડે તેવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ હતી. મહત્વનું છે કે ગત ટર્મમાં ધારાસભ્ય રહે ચૂકેલા આ વખતે વિધાનસભા પદ માટેની નામની જાહેરાત નથી કરવામાં આવી ત્યારે સમર્થકોમાં રોષ હતો.

આમંત્રણ પત્રિકામાં પણ નામ નહીં નોંધાતા સમર્થકોમાં રોષની લાગણી જોવા મળી હતી. સમર્થકો કાર્યકરોનો રોષ જોઈ ઉમેદવારે નવેસરથી આમંત્રણ પત્રિકા છપાવી હતી. ત્યારે આ પ્રકારની ભૂલ ચર્ચાનો વિષય પણ બની હતી.

અન્ય સમાચારો પણ છે...