તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેણા ની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળેલી 16 વર્ષીય કિશોરની લાશનો ભેદ ઉકેલાયો છે. પોલીસે અનિલ ભરવાડ અને એક સગીર સહિત 3 જણાને ઝડપી લીધા હતા. અનિલે અંકિતને કારમાં બેસાડ્યા બાદ વાસદ પાસે લઇ જઇ ચાલુ કારે છરીના પાંચથી છ ઘા મારી હત્યા કરી હતી. અંકિતે અનિલને 30 નવેમ્બરે અપશબ્દો કહ્યા હોવાથી બદલો લેવાના ઇરાદે હત્યા કરી હોવાની કબૂલાત પોલીસને ગળે ઉતરતી નથી.
અંકિતની માતાએ તેની હત્યા અનિલ ભરવાડ અને તેના સાગરીતોએ કરી હોવાનું જણાવતાં પોલીસે યોમ ઉર્ફે અનિલ હમીરભાઇ ભરવાડ (જનોડ નગર, ન્યૂ વીઆઇપી રોડ) તથા તેના સાગરીત દિલીપ હમીરભાઇ ભરવાડ (રેવડિયા મહાદેવ પાસે, ન્યૂ વીઆઇપી રોડ) અને એક સગીરને તાલુકા પોલીસ અને જિલ્લા એલસીબીએ દબોચી લીધા હતા. ત્રણેયની કડકાઇથી પૂછપરછ કરાતાં અનિલ ભરવાડે જણાવ્યું હતું કે, 30 નવેમ્બરે સાંજે કપુરાઇ ચોકડી પાસેના ગલ્લે અંકિત અને તે ભેગા થયા હતા. તે વખતે બંને વચ્ચે બોલાચાલી થતાં અંકિતે તેને અપશબ્દ બોલ્યા હતા. જેની અદાવતે હત્યા કરી હોવાનું કહ્યું હતૃં. બુધવારે રાત્રે અનિલ અંકિત ને ઘરેથી કારમાં બેસાડી લઈ ગયો હતો. ત્યારબાદ ચાલુ કારે છરીના ઘા મારી હત્યા કરી હતી.
તારે જલસા છે, તેમ કહેતાં અંકિત અપશબ્દ બોલ્યો
સૂત્રોએ જણાવ્યુ હતું કે, કપુરાઇ ચોકડી પાસેના પાનના ગલ્લે અંકિત અને અનિલ ભરવાડ સહિતના કોમન મિત્રો સાંજના સમયે ભેગા થયા હતા. તે વખતે વાત વાતમાં અનિલે અંકિતને તારે તો જલસા છે, તેમ કહેતાં તેણે અનિલને અપશબ્દ બોલી તારે પણ જલસા જ છે ને, તેમ કહેતાં અનિલ સમસમી ઊઠ્યો હતો. તેણે કોઇ પણ ભોગે અંકિતને પતાવી દેવાનું નક્કી કર્યું હતું.
અનિલ, અંકિત સહિતના મિત્રો ગલ્લે ભેગા થતા હતા
અંકિત કરતાં અનિલ બેથી અઢી વર્ષ જ મોટો છે અને તેઓ કોમન મિત્રોના કારણે એકબીજાના મિત્રો બન્યા હતા. તે મિત્રો કપુરાઇ ચોકડી પાસે કાયમ પાનના ગલ્લે ભેગા થતાં હતા. અંકીતે ગાળ આપ્યા બાદ અનિલે તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને તેને કહ્યું હતું કે મારે એક પ્રસંગ છે તો તું તારી સોનાની ચેઇન પહેરવા આપીશ તો હું તને મારી ફોર્ચયુનર કાર ફેરવવા આપીશ તેમ કહી સાથે લઇ ગયો હતો.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.