તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After Surat, Vadodara Police Will Give A Mask Instead Of A Fine Of Rs 1,000 To Those Who Do Not Wear A Mask. If Caught A Second Time, They Will Be Fined.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે દંડ નહીં માસ્ક અપાશે:સુરત બાદ વડોદરા પોલીસ માસ્ક નહીં પહેરનારને 1 હજારના દંડને બદલે માસ્ક આપશે, બીજીવાર પકડાશે તો દંડ કરશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા પોલીસ તંત્ર દ્વારા લોકોને નિઃશુલ્ક માસ્ક આપવામાં આવશે(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા પોલીસ તંત્ર દ્વારા લોકોને નિઃશુલ્ક માસ્ક આપવામાં આવશે(ફાઇલ તસવીર)
  • વડોદરા પોલીસ દંડની રકમ વસૂલ કરવાને બદલે તેઓને માસ્ક આપીને કોરોના અંગે સમજ આપશે

વડોદરા શહેરમાં બેકાબૂ બનેલા કોરોના કેસોને નિયંત્રણમાં લેવા માટે શહેર પોલીસ તંત્ર પણ કામે લાગી ગયું છે. અત્યાર સુધીમાં માસ્ક પહેર્યા વગર નીકળનારને 1 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરતી પોલીસ તંત્ર દ્વારા હવે માસ્ક વગર નીકળનાર વ્યક્તિને માસ્ક આપશે. અને બીજીવાર તે જ વ્યક્તિ પકડાશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસે સુરત પોલીસના પગલે આડકતરી રીતે માસ્ક વગર નીકળનાર પાસેથી દંડ લેવાનું બંધ કર્યું હોવાનો નિર્ણય લીધો હોવાનું લાગી રહ્યું છે.

વડોદરા પોલીસ તંત્ર દ્વારા નિઃશુલ્ક માસ્ક આપવામાં આવશે
આજે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસ તંત્ર દ્વારા માસ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. તે સાથે એમ પણ જણાવ્યું છે કે, જે વ્યક્તિ માસ્ક વગર પકડાશે, તેઓને પોલીસ તંત્ર દ્વારા નિઃશુલ્ક માસ્ક આપવામાં આવશે અને બીજી વખત તે વ્યક્તિ પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા પોલીસ દંડની રકમ વસૂલ કરવાને બદલે તેઓને માસ્ક આપીને કોરોના અંગે સમજ આપશે(ફાઇલ તસવીર)
વડોદરા પોલીસ દંડની રકમ વસૂલ કરવાને બદલે તેઓને માસ્ક આપીને કોરોના અંગે સમજ આપશે(ફાઇલ તસવીર)

પોલીસે અત્યાર સુધીમાં 1 લાખથી વધ નિઃશુલ્ક માસ્કનું વિતરણ કર્યું
એ.સી.પી. કંટ્રોલ વિમલ ગામીતે જણાવ્યું હતું કે, કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં એક લાખથી વધુ નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. તમામ લોકો માસ્ક પહેરે તે માટે પોલીસ તંત્ર દ્વારા માસ્ક વગર પકડાઈ જનાર વ્યક્તિને પણ માસ્ક આપશે, પરંતુ, તે વ્યક્તિ બીજી વખત પકડાશે તો એની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે રીક્ષાચાલકને માસ્ક આપ્યું હતું
પોલીસે રીક્ષાચાલકને માસ્ક આપ્યું હતું

સુરત બાદ વડોદરા પોલીસનો માસ્ક આપવાનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, સુરત શહેર પોલીસ તંત્ર દ્વારા મસ્ક પહેર્યા વગર નીકળનાર વ્યક્તિઓ પાસેથી દંડની રકમ વસૂલવાને બદલે તેઓને માસ્ક આપવાનું શરૂ કર્યું છે, ત્યારે વડોદરા પોલીસ તંત્ર સુરત શહેર પોલીસ તંત્રના પગલે દંડ વસુલ કરવાને બદલે વિનામૂલ્યે માસ્ક આપવાની શરૂઆત કરી છે.

સુરત બાદ વડોદરા પોલીસ માસ્ક નહીં પહેરનારને 1 હજારના દંડને બદલે માસ્ક આપે છે
સુરત બાદ વડોદરા પોલીસ માસ્ક નહીં પહેરનારને 1 હજારના દંડને બદલે માસ્ક આપે છે

માસ્ક આપીને લોકોને કોરોના અંગે સમજ પૂરી પાડવામાં આવશે
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ તંત્ર દ્વારા માસ્ક વગર નીકળનાર વ્યક્તિઓ પાસેથી આડેધડ રીતે 1 હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવતો હતો. પરિણામે પોલીસ સાથે ઘર્ષણ પણ થતું હતું, જોકે, હવે વડોદરા પોલીસ માસ્ક વગર નીકળનાર વ્યક્તિ પાસેથી દંડનીય રકમ વસૂલ કરવાને બદલે તેઓને માસ્ક આપીને કોરોના અંગે સમજ પૂરી પાડવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો