તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદની વકી:સુરત બાદ વડોદરામાં શ્રીજી યાત્રા માટેનાં પોસ્ટર લાગ્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના સુશેન- તરસાલી રોડ પર ગણેશ યાત્રા અને નવરાત્રિની ઉજવણીને લઇને પોસ્ટર લગાવાયા હતા. - Divya Bhaskar
શહેરના સુશેન- તરસાલી રોડ પર ગણેશ યાત્રા અને નવરાત્રિની ઉજવણીને લઇને પોસ્ટર લગાવાયા હતા.
  • આશીર્વાદ યાત્રા નીકળે તો શ્રીજીની કેમ નહીં?
  • શ્રીજી યાત્રા-નવરાત્રિ નહીં તો વોટ નહીં, સુશેન રોડ પરથી પોસ્ટર પોલીસે 14 કલાક બાદ દૂર કર્યાં: સંસ્થાની શહેરભરમાં પોસ્ટર ઝુંબેશની ચીમકી

સુરત બાદ વડોદરાના સુશેન-તરસાલી રોડ પર નેતાઓની આશીર્વાદ લેવાની યાત્રા નીકળે તો આશીર્વાદ આપવાવાળા ગણેશજીની યાત્રા નીકળવી જ જોઈએ, શ્રીજી યાત્રા અને નવરાત્રિ નહીં તો વોટ નહીં તેવાં પોસ્ટરો સોમવારની મોડી રાતે તરસાલીના ગણેશ મંડળ દ્વારા લગાવાયા હતાં. પોસ્ટરો લાગ્યા બાદ શહેરનાં અન્ય ગણેશમંડળો દ્વારા પણ આ પોસ્ટરનું સમર્થન કરવામાં આવ્યું હતું. જ્યારે આગામી સમયમાં ગણેશ મંડળો સાથે રહીને સમગ્ર શહેરમાં આ પોસ્ટરો લગાવીને ટીમ રિવોલ્યુશન સંસ્થા વિરોધ નોંધાવશે. જોકે સોમવારે મોડી રાતે 1 વાગે પોસ્ટર લાગ્યા બાદ માંજલપુર પોલીસે મંગળવારે બપોરે 2 વાગ્યાની આસપાસ પોસ્ટર હટાવી દીધાં હતાં.

ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, હાલ તો સુશેન-તરસાલી રસ્તા પર જ બે પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં, જે પોલીસે ઉતારી લીધા છે. આગામી રવિવારે શહેરનાં 450 ગણેશ મંડળો સાથે અમારી સંસ્થા મિટિંગ કરીને સમગ્ર શહેરમાં આ પોસ્ટરો લગાવીને વિરોધ કરશે. સુશેન-તરસાલી રોડ પર પોસ્ટર લગાવનાર તરસાલીના મહાદેવ ગ્રૂપ સંચાલિત શ્રી સાંઈરામ યુવક મંડળના સંકેત ચૌહાણે જણાવ્યું હતું કે, સરકાર જે રીતે કોરોનામાં એસઓપી જાહેર કરી છે, સરકારે અત્યાર સુધી માત્ર 4 ફૂટની મૂર્તિનું જ કહીને હાથ અધ્ધર કર્યા છે. નેતાઓ વોટ લેવા માટે ડીજે સાથે રેલી કાઢે છે, ત્યાં કોઈ એસઓપી નડતી નથી.

સ્થાપન સમયે ડીજેની મંજૂરી માટે ભાજપ પ્રમુખને રજૂઆત કરાશે
હરણી રોડ પર સ્થિત હિરાનગર ચેરિટેબલ ટ્રસ્ટના અજય સુતરિયાએ જણાવ્યું હતું કે, સરકારે માત્ર 4 ફૂટ સુધીની મૂર્તિનું સ્થાપન કરવાની પરવાનગી આપી છે. સરકારે ડીજે વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે જ્યાં સ્થાપન થાય ત્યાં ડીજે વગાડવાની પરવાનગી આપવામાં આવે. આ તમામ મુદ્દાની રજૂઆત માટે આગામી દિવસોમાં શહેરના ગણેશ મંડળો સાથે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહને મળીશું.

અન્ય સમાચારો પણ છે...