પરિવારજનોનો હોબાળો:ડીસ્ચાર્જના કાગળો પર સહી કરાવી લીધા બાદ કહ્યું, દર્દીનું મોત થયુ છે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ધીરજ હોસ્પિટલમાં મોડીરાતે દર્દીના પરિવારજનોનો હોબાળો
  • બિલના નાણા લેવા મોત થયાની જાણ ન કર્યાનો આક્ષેપ

વડોદરા શહેર નજીક આવેલા ધીરજ હોસ્પિટલમાં દર્દી ના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. દર્દીને અન્યત્ર હોસ્પિટલમાં ખસેડવાની પેપર પર કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ હોસ્પિટલે દાખલ દર્દીનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હોવાના આક્ષેપ કરી પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી હતી.

શહેર નજીક આવેલી ધીરજ હોસ્પિટલમાં મોડીરાતે દર્દીના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ધીરજ હોસ્પિટલમાં 12 દિવસ પહેલા મહીસાગર જિલ્લાના કોઠંબા ગામના રાહુલ બારોટને ધીરજ હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. વડોદરાના આજવા રોડ પર રહેતા દર્દીના સંબંધી મુકેશ વકીલના જણાવ્યા પ્રમાણે બુધવારે દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલે દર્દીને સોંપ્યા પહેલા ડિસ્ચાર્જ પેપર પર બધાની સહી લીધી હતી. તદુપરાંત બીલના રૂ. 1.50 લાખ પણ લીધા હતા.

જોકે ત્યારબાદ જ્યારે અમે એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યા હતા તે સમયે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો જેમાં દર્દીનું મોત નીપજ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. તેઓએ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા હતા કે દર્દીનું મોત થઈ ગયું હતું અને તેની જાણ કરાઈ નહતી. પરંતુ હોસ્પિટલે નાણા લીધા બાદ જાહેર કર્યું હતું. આ અંગે મંતવ્ય જાણવા માટે હોસ્પિટલ સત્તાધીશોનો સંપર્ક કરતાં થઇ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...