• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After Selling The Plot In Vadodara, The Former Owner Of The Plot Sent Laborers And Stole Goods Worth Rs 4 Lakh From The Office, A Complaint Was Lodged At The Manjalpur Police Station.

ભાડૂતી ચોર:વડોદરામાં પ્લોટ વેચી દીધા બાદ પ્લોટના પૂર્વ માલિકે મજૂરો મોકલીને ઓફિસ પડેલો રૂ.4 લાખનો સામાન ચોરી કરાવ્યો, માંજલપુર પોલીસ સ્ટશનમાં ફરિયાદ

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં પ્લોટના પૂર્વ માલિકે મજૂરો મારફતે ચોરી કરાવતા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ-(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વડોદરામાં પ્લોટના પૂર્વ માલિકે મજૂરો મારફતે ચોરી કરાવતા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ-(ફાઈલ તસવીર)
  • પ્લોટના પૂર્વ માલિક સહિત ત્રણ શખસો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધાયો

વડોદરામાં પ્લોટ વેચી દીધા બાદ પ્લોટના પૂર્વ માલિકે મજૂર મારફતે ઓફિસનો 4 લાખ રૂપિયાની કિંમતનો સામાન ચોરી કરાવ્યો હોવાનો બનાવ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે આ મામલે ત્રણ શખસો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્લોટ વેચી દીધા બાદ ઓફિસમાં ચોરી કરવા મજૂરો મોકલ્યા
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી વિંગસ વિલામાં રહેતા ભદ્રેશ ઝવેરી ફાઇનાન્સ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. વર્ષ-2019 દરમિયાન તેઓએ કલાલી ખાતેના લોટસ કોર્ટ ખાતે વીરેન્દ્ર વિશાવાડિયા પાસેથી મિલકત ખરીદી હતી. જે પ્લોટમાં હાલ બાંધકામ ચાલુ છે. દરમિયાન 22 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે કેટલાક માણસો તેમની ઓફિસનો દરવાજો તોડી સામાન બહાર કાઢી રહ્યા હતા. ભદ્રેશભાઇએ પૂછતા જણાવ્યું હતું કે અમે મજૂર છીએ બ્રિજેશભાઈ મિસ્ત્રીના કહેવાથી આવ્યા છીએ. બ્રિજેશભાઇનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, વિરેન્દ્રભાઇના કહેવાથી અમે સામાન કાઢી રહ્યા છીએ.

4 લાખ રૂપિયાની મત્તાની ચોરી
પ્રાથમિક પૂછપરછમાં સામાન ઉઠાવનાર વિરેન્દ્ર યાદવ, રાજકુમાર, તુલસીદાસ અને ઉસ્માનખાન હોવાનું બહાર આવ્યું હતું. અને ઓફિસમાં લગાવેલું એસી, LED લાઇટો, જનરેટર મળીને કુલ 4 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. પોલીસે આ મામલે બ્રિજેશ મિસ્ત્રી, માધવગીરી અને વિરેન્દ્ર વિશાવાડિયા વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...