• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After Reporting The Crowds Of Laborers In Vadodara, The Police Running After Divya Bhaskar Story Instructed The Laborers To Comply With Corona's Guideline

ભાસ્કર ઇમ્પેક્ટ:વડોદરામાં કડીયાનાકાઓ પર મજૂરોના ટોળા એકત્ર થતાં હોવાના અહેવાલ બાદ પોલીસ દોડતી થઇ, મજૂરોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપી

વડોદરા4 મહિનો પહેલા
ન્યાય મંદિર સ્થિત વીર ભગતસિંહ ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મજૂરોને પોલીસે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની સૂચના આપી
  • ન્યાય મંદિર સ્થિત વીર ભગતસિંહ ચોક ખાતે પોલીસે મજૂરોને માસ્કનું વિતરણ કર્યું

વડોદરામાં કડીયાનાકાઓ પર રોજગારી માટે લોકોના ટોળા ઉમટી પડતા હોવાના દિવ્યભાસ્કરના અહેવાલ બાદ પોલીસ તંત્ર દોડતુ થઇ ગયું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘની સૂચનાથી ACP મેઘા તેવાર સહિત નવાપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમો અને શી ટીમે ન્યાય મંદિર સ્થિત વીર ભગતસિંહ ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મજૂરોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની સૂચના આપી હતી અને માસ્કનું વિતરણ પણ કર્યું હતું.

કડીયાનાકાઓ પર મજૂરોના ટોળા ઉમટે છે સરકાર દ્વારા બીજી લહેર પૂર્ણ થયા બાદ તમામ ક્ષેત્રોમાં છૂટછાટ આપતા રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા મજૂરો પુનઃ એકવાર કડીયાનાકાઓ ઉપર મજૂરીની શોધમાં સવાર પડતાની સાથે આવી જાય છે. વડોદરામાં ગોત્રી વિસ્તારમાં હરીનગર પાણીની ટાંકી પાસે, સંગમ ચાર રસ્તા, વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા, ન્યાય મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં મજૂરો વહેલી સવારે મજૂરી કામ મેળવવા આવી પહોંચે છે. જે લોકોને મજૂરોની જરૂર હોય છે તેઓ કડીયાનાકા તરીકે જાણીતા આ સ્થળો ઉપર આવી જાય છે અને મજૂરો સાથે રોજગારી નક્કી કરીને મજૂરી કામ માટે લઇ જાય છે. આ સમયે મોટી સંખ્યામાં મજૂરોના ટોળા ઉમટી પડે છે. તેઓએ માસ્ક પણ પહેરેલા હોતા નથી.

દિવ્યભાસ્કરના અહેવાલ બાદ પોલીસ તંત્ર દોડતુ થઇ ગયું
દિવ્યભાસ્કરના અહેવાલ બાદ પોલીસ તંત્ર દોડતુ થઇ ગયું

50 ટકા લોકોને વીલા મોઢે પરત ફરવું પડે છે વહેલી સવારે વડોદરાના કડીયાનાકાઓ પર મજૂરીની શોધમાં ઉભા રહેતા હજારોની સંખ્યામાં મજૂરો બેકારીના પણ પુરાવા આપી રહ્યા છે. કોરોનાની મહામારી બાદ રોજગાર ધંધા ઉપર પડેલી વ્યાપક અસરના કારણે મજૂરી કામ ઓછા થઇ ગયા છે. સવારે કડીયા નાકા ઉપર મજૂરી માટે ઉભા રહેતા મજૂરો પૈકી 50 ટકા લોકોને જ મજૂરીનું કામ મળી રહ્યું છે. બાકીના 50 ટકા લોકોને વીલા મોઢે પરત ફરવું પડે છે. રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા મજૂરોને રોજગારી ન મળતા ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે.

ન્યાય મંદિર સ્થિત વીર ભગતસિંહ ચોક ખાતે પોલીસે મજૂરોને માસ્કનું વિતરણ કર્યું
ન્યાય મંદિર સ્થિત વીર ભગતસિંહ ચોક ખાતે પોલીસે મજૂરોને માસ્કનું વિતરણ કર્યું

પોલીસે મજૂરોને માસ્કનું વિતરણ કર્યું વડોદરા શહેરના કડીયાનાકાઓ પર રોજગારી માટે લોકોના ટોળા ઉમટી પડતા હોવાના દિવ્યભાસ્કરના અહેવાલ બાદ પોલીસ તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે અને આજે પોલીસ તંત્ર દ્વારા ન્યાય મંદિર સ્થિત વીર ભગતસિંહ ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મજૂરોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની સૂચના આપી હતી અને માસ્કનું વિતરણ કર્યું હતું.

ACP મેઘા તેવાર સહિત નવાપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમો અને શી ટીમે કાર્યવાહી કરી
ACP મેઘા તેવાર સહિત નવાપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમો અને શી ટીમે કાર્યવાહી કરી