બોજો:પેટ્રોલ બાદ ડીઝલનો ભાવ પણ 100 ઉપર પહોંચ્યો

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સીએનજીનો ભાવ બે દિવસમાં રૂા.3.55 વધ્યો
  • ઇંધણમાં ભાવ વધારાની આગેકૂચ જારી

વડોદરામાં પેટ્રોલ બાદ પણ ડિઝલના ભાવ રૂા.100 પહોચી ગયો છે. આ ઉપરાંત છેલ્લા બે દિવસમાં સીએનજીનો ભાવ પણ રૂા.3.55નો ભાવ વધારો નોંધાયો છે. અઠવાડિયા પહેલા વડોદરા ગેસ દ્વારા રૂા.6.50નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડિઝલ અને સીએનજીમાં ભાવ વધારાના પગલે શહેરીજનોને વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ડિઝલના ભાવ વધવાથી દિવાળી બાદ ખાદ્યચીજવસ્તુઓના ભાવ પણ વધવારી સંભાવના રહેલી છે.

પેટ્રોલપંપ એસો.ના સભ્યોના જણાવ્યા અનુસાર, શહેરમાં બુધવારના રોજ પેટ્રોલનો ભાવ રૂા.100.86 અને ડિઝલનો ભાવ રૂા.100.08 નોંધાયો છે.જ્યારે સીએનજીનો ભાવ રૂા.59.78 રહ્યો છે.જેમાં 15 દિવસ પહેલા સીએનજીનો ભાવ રૂા.53.67 હતો.તે વધીને 2 દિવસ પહેલા 56.23 થયો હતો અને આખરે બુધવારના રોજ સીએનજીનો ભાવ વધી 56.23 થયો છે. આમ એક મહિનામાં જ સીએનજીનો ભાવ રૂા.6.11 પ્રતિ કિલોએ પહોચી જતા પેટ્રોલ અને ડિઝલના ઓપ્શન ગણાતા સીએનજીના વાહનચાલકોને પણ મોંઘવારીનો માર પડ્યો છે. પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થતા સ્વાભાવીક છે કે, ખાદ્યચીજો સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધવાની શકયતા છે.

ટ્રાન્સપોર્ટના ભાડા હાલમાં નહીં વધે
વડોદરામાં 1007 ટ્રાન્સપોર્ટરો રજિસ્ટર છે. જેમની પાસે 5 હજારથી વધુ ટ્રકો આવેલી છે. ડિઝલનો ભાવ રૂા.100 પહોચી ગયો છે પરંતુ હાલ ટ્રાન્સપોર્ટર એસો. દ્વારા ભાડા વધારાનો કોઈ નિર્ણય લીધો નથી. દિવાળી પછી ભાડામાં વધારો થાય તેવી સંભાવના છે.હાલ મુંબઈથી વડોદરાનું 10 ટનનું ભાડુ રૂા.17 હજાર છે. > રવિન્દ્ર સિંઘ, સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ એસોસીયેશન

અન્ય સમાચારો પણ છે...