તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • After Paying The Attention Of The Account Holder At SBI's ATM In Mandvi Area Of Vadodara, He Changed The Card And Withdrew Rs 20,000

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વડોદરાના માંડવી વિસ્તારમાં SBIના ATMમાં ખાતેદારની નજર ચૂકવીને કાર્ડ બદલી 20 હજાર રૂપિયા ઉપાડી લીધા

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સિટી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી

ATMમાંથી પૈસા ઉપાડનાર ખાતેદારોની નજર ચૂકવીને ATM કાર્ડ બદલીને બારોબાર રૂપિયા ઉપાડી છેતરપિંડી આચરનાર શખસને સિટી પોલીસે ઝડપી પાડયા બાદ વધુ એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. માંડવી ખાતેના SBIના ATMમાં ખાતેદારની નજર ચૂકવીને કાર્ડ બદલી 20 હજારની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.

મદદ કરવાના બહાને પીનકોડ નંબર જાણી લીધો
વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી રાજપુરાની પોળમાં રહેતો કરીમ બબર્ચી મંગળ બજારમાં નોકરી કરે છે અને માંડવી ખાતેની એસબીઆઇ શાખામાં ખાતુ ધરાવે છે 28માર્ચના રોજ તે એસબીઆઈ શાખાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા ATMમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો, પરંતુ પૈસા નીકળ્યા ન હતા, તે દરમિયાન પાસે ઉભેલા ટાબરિયાએ મદદ કરવાના બહાને પીનકોડ નંબર જાણી એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને થોડીવાર બાદ ખાતામાંથી 20 હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા હતા.

સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂકરી
દરમિયાન સિટી પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડયો હોવાની માહિતી મળતા તેઓએ સ્થળ પર જઇ આરોપીને જોતા ઓળખી કાઢ્યો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો