રજૂઆત:6 વર્ષે આવાસો નહીં મળતાં મોરચો પાલિકામાં પહોંચ્યો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાંદલજાના આવાસો માટે 2015માં ડ્રો થયો હતો

તાંદલજામાં 6 વર્ષ બાદ પણ લાભાર્થીઓને આવાસો નહીં મળતા લાભાર્થીઓનો મોરચો પાલિકા ખાતે પહોંચ્યો હતો અને ડે. મ્યુ. કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી.તાંદલજાના સામાજિક કાર્યકર વસીમ શેખ EWSના લાભાર્થીઓને લઈને પાલિકા ખાતે પહોંચ્યા હતા. તેઓના જણાવ્યા મુજબ 2016માં ડ્રો કરી લાભાર્થીઓને ચાવી આપવામાં આવી હતી.

જેમાં લાભાર્થીઓએ લોન કરાવી નાણાંની ભરપાઈ શરૂ કરી હતી. જોકે 6 વર્ષ બાદ કેટલાક લાભાર્થીઓના પૂરેપૂરા નાણાં ભરાઈ ગયાં છે, પરંતુ હજી તેઓને મકાન આપવામાં આવ્યાં નથી. 3 મહિના અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં 40 દિવસની બાંહેધરી આપી હતી છતાં ઉકેલ આવ્યો નથી. ત્યારે સોમવારે વધુ એક વખત 20 દિવસની મુદત આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...