વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:ગણેશ પંડાલમાં મહિલાની છેડતી બાદ યુવકે પગે પડી માફી માંગી, SBI ઓફિસર ફ્લેટમાં પત્ની પર પતિનો હુમલો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલાની માફી માગતો યુવક. - Divya Bhaskar
મહિલાની માફી માગતો યુવક.
  • માંજલપુરમાં ડમ્પરની અડફેટે યુવકનું મોત
  • એસટી ડેપોમાં પાંચ દુકાનમાંથી આઇફોનની નકલી એસેસરી જપ્ત

શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા પરિવાર સાથે પૈવાવાળી ગલીમાં ગણપતિના દર્શન કરવા માટે ગઇ હતી. જ્યાં રામાયણની થીમ પર શો ચાલતો હતો ત્યારે અંધારુ કરવામાં આવ્યું હતું. જેનો ફાયદો ઉઠાવી નયન મકવાણા નામના યુવકે એક મહિલાની પાછળથી છેડતી કરી હતી. લાઇટ શરૂ થતાં આ યુવક છેડતી કરતા ઝડપાઇ ગયો હતો. જેને પોલીસ સ્ટેશન લઇ જવાતા તેણે મહિલાની પગે પડી માફી માંગી હતી અને ફરી કોઇની સાથે આવું નહીં કરે તેમ જણાવ્યું હતું.

SBI ઓફિસર ફ્લેટમાં પત્ની સાથે બળજબરી કરી પતિએ હુમલો કર્યો
શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ SBI ઓફિસર ફ્લેટમાં રહેતી પરિણિતાએ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પતિ હબીબૂર રહેમાન ગત રાત્રે રાજસ્થાનથી આવ્યો હતો. પરિણિતા પણ નોકરી કરી સાંજે ઘરે પરત ફરી હતી. આ દરમિયાન પતિને તમે કેટલા દિવસ રોકાશો તેવું પૂછતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે પત્ની પર હુમલો કર્યો હતો. પરિણિતાએ આક્ષેપ કર્યો છે કે પતિ હબીબૂર રહેમાને તેની સાથે બળજબરી કરી ઇચ્છા વિરૂદ્ઘ શરીર સંબંધ બાંધ્યો તેમજ તેને બચકા ભરી લીધા હતા. તેમજ તેને નિર્દયતાપૂર્વક ગડદાપાટુંનો માર માર્યો હતો. આ મામલે પરિણિતાએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગણેશ પંડાલના દર્શન કરવા નિકળેલ યુવકનું અકસ્માતમાં મોત
પોટાદ ગામ નવીનગરી ખાતે રહેતો યુવક મુકેશભાઇ વસાવા અને કેતન વસાવાને ટુ-વ્હિલર પર સવાર થઇ ગણેશ પંડાલોના દર્શને નિકળ્યા હતા. દરમિયાન ગત રાત્રે સોખડાથી બિલ ગામ જતાં એક ડમ્પર (GJ 17 UU 8208)ના ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેમાં ટુ-વ્હિલરની પાછળ બેઠેલ કેતન વસાવાના માથાના ભાગેથી ડમ્પર પસાર થઇ ગયું હતું. જેથી કેતનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં પાંચ દુકાનમાંથી આઇફોનની નકલી એસેસરી જપ્ત
સયાજીગંજ પોલીસે વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં આવેલ પાંચ દુકાનોમાંથી આઇફોન કંપનીના માર્કાવાળી ડુપ્લીકેટ એસેસરી જપ્ત કરી છે. જેની કુલ કિંમત 8 લાખ 31 હજાર છે. આ પાંચ દુકાનના નામ ગુરુદત મોબાઇલ, રંગકૃપા મોબાઇલ, જી.કે. મોબાઇલ, શીવ મોબાઇલ અને રાજેશ્વર મોબાઇલ છે. તેમની પાસેથી ડુપ્લીકેટ મોબાઇલ કવર, એરપોર્ડ પ્રો, પાવર બેંક અને ચાર્જિંગ કેબલ જપ્ત કરાયાછે.