ભાજપની દોડધામ:મોદીની સભાને પગલે 2 દિવસ 5 વિધાનસભામાં ફેરણીઓ રદ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર સભાની તૈયારીઓ માટે ભાજપની દોડધામ
  • વોર્ડ પ્રમાણે ગ્રૂપ મિટિંગો યોજીને લિસ્ટ બનાવવાની સૂચના

23મી તારીખે નવલખી મેદાન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાની તૈયારીઓ માટે ભાજપ દ્વારા દોડધામ શરૂ કરી દેવામાં આવી છે. જાહેર સભા માટે જનમેદની એકઠી કરવા માટે તૈયારીઓ કરવા આગામી બે દિવસ 5 વિધાનસભામાં ફેરણીઓ રદ કરવાનો વારો આવ્યો છે. જાહેરસભામાં લોકોને લાવવા માટે ગ્રુપ મિટિંગોનું આયોજન કરવા સૂચનાઓ અપાઇ છે. ભાજપના દરેક કાર્યકરોને મેસેજ કરીને આ અંગેની જાણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીની જાહેર સભામાં જનમેદની એકઠી કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ચૂંટણીઓની જાહેરાત થઇ ગઇ છે અને ફેરણીઓ પણ શરૂ કરી દેવાઇ છે ત્યારે જનમેદની એકઠી કરવા માટે શહેર ભાજપ સંગઠન દ્વારા મીટીંગો શરૂ કરીને કાર્યકરો અને હોદેદારોની કામગીરી સોંપવામાં આવી રહી છે. વિધાનસભાના ઉમેદવારોની ફેરણી ચાલુ રાખવામાં આવે તો પ્રધાનમંત્રીની જાહેર સભા માટે જનમેદની એકત્રીત થઇ શકે તેમ નથી. જેના પગલે આગામી બે દિવસ માટે ઉમેદવારોની ફેરણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે મેસેજ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જેના પગલે વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે ભાજપના ઉમેદવારોને બે દિવસ પ્રચાર બંધ કરવાનો વારો આવ્યો છે.

ભાજપના સોશિયલ મીડિયા ગ્રૂપમાં આવા મેસેજ કરાયા ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર-જિલ્લા વિધાનસભા ઉમેદવારોના પ્રચાર માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માં.શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તા.23 નવે.બુધવારના રોજ સાંજે 4 કલાકે, નવલખી મેદાન પધારી રહ્યાં છે. સભામાં માનવ મહેરામણ ઉમટી પડે તે માટેના આયોજન માટે આપણે સૌ મોટી સંખ્યામાં લોકોને લાવવા ના કામમાં લાગી જઈએ અને તા.22 અને 23 ના રોજ વડોદરા શહેરની પાંચ વિધાનસભામાં ફેરણી કરવી નહી. ફક્ત મોદીજીની જાહેરસભામાં લોકોને લાવવા માટે મિટિંગોનું આયોજન કરવું. બસ કરી હોઈ તેના ઇન્ચાર્જ અને બેસવાવાળાના નામો તથા વોર્ડમાં વધુમાં વધુ ફોરવીલ ગાડીઓ બાઈકોનું લિસ્ટ તૈયાર કરી લોકો સમયસર આવે તેની વોર્ડ ટિમ /કોર્પોરેટરો તથા જુના નવા આગેવાનો સાથે બેસી આયોજન કરે.

અન્ય સમાચારો પણ છે...