તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન:પત્નીને રૂમમાં પૂરીને પોલીસ જવાન રજા ઉપર જતો રહ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પત્નીને પટ્ટાથી માર મારતાં અભયમની મદદ લેવાઇ
  • અન્ય વ્યક્તિની મદદથી મહિલાએ બહાર નીકળવું પડ્યું

શહેર નજીક આવેલા ગામમાં પોલીસ ક્વાર્ટર્સમાં રહેતી મહિલાને તેના પોલીસ કર્મી પતિએ લેધરના બેલ્ટ વડે માર માર્યા બાદ લગ્ન જીવનમાં શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનની મદદ માંગી હતી. મહિલાએ ત્યારબાદ પોલીસમાં રજૂઆત કરી હતી. પોલીસ કર્મી પોતે તપાસના કામે બહાર જાય છે તેમ જણાવી પત્નીને રુમમાં પુરી દઇને જતો રહ્યો હતો અને મહિલાએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વાસ્તવમાં તેનો પતિ રજા મુકીને બહારગામ ગયો હતો.

અભયમના સુત્રોએ જણાવ્યું હતું કે મૂળ સૌરાષ્ટ્રની મહિલાએ તેના પરિવારની જાણ બહાર પોલીસ કર્મી સાથે લવમેરેજ કર્યા હતા. ત્યારબાદ મહિલા શહેર નજીકના ગામમાં પોલીસ કર્મી સાથે પોલીસ ક્વાર્ટર્સમાં રહેતી હતી. પોલીસ કર્મી તેનો અવાર નવાર વાંક કાઢી મહિલાને લેધર બેલ્ટથી મારતો હતાે અને બહાર જાય તો પણ લોક મારીને જતો હતો. કોઈની સાથે વાતચીત પણ કરવા દેતાે નહતાે. પતિના અમાનુષી ત્રાસથી મહિલા ગભરાઇ ગઇ હતી પણ તેણે લવમેરેજ કર્યા હોવાથી કોઇની મદદ માગી શકે તેમ ન હતી. દરમિયાન તેનો પતિ તે તપાસના કામે બહાર જાય છે અને પાંચ દિવસ પછી આવશે તેમ કહી રૂમમાં મહિલાને બંધ કરીને જતો રહ્યો હતો.

જેથી તે વિમાસણમાં મુકાઈ ગઇ હતી. ત્યારબાદ મહિલા અન્ય વ્યક્તિની મદદ મેળવી રૂમની બહાર નીકળી હતી. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનમાં તપાસ કરતાં તેનો પતિ રજા મુકીને બહાર ગયો હોવાનું જાણવા મળતાં તેમણે પતિને ફોન કર્યો હતો. પોતાની પોલ પકડાઇ જતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને હું આવું પછી ખરાબ હાલત કરીશ તેવી ધમકી આપી હતી. પતિની ધમકીથી ગભરાયેલી મહિલાએ અભયમને ફોન કર્યો હતો. અભયમની ટીમે આ મુદ્દે મહિલાનું રક્ષણ કરવા માટે પોલીસ સ્ટેશનના અધિકારીઓને જઇને રજુઆત કરાવી ફરિયાદ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...