તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After Loading An Asphalt Tanker From A Refinery In Vadodara, The Driver Stole Asphalt On The Road And Had To Shut Down The Bhuj Company's Plant.

ડામરની ચોરી:વડોદરાની રિફાઇનરીમાંથી ડામરનું ટેન્કર ભર્યા બાદ ડ્રાઇવરે રસ્તામાં ડામરની ચોરી કરી, ભેળસેળયુક્ત ડામર પધરાવી દેતા ભૂજની કંપનીનો પ્લાન્ટ બંધ કરવો પડ્યો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
જવાહરનગર પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
જવાહરનગર પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
  • કંપની સાથે છેતરપિંડી કરનાર ટેન્કરના ડ્રાઇવર સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા શહેર નજીક રિફાઇનરીમાંથી ડામરનું ટેન્કર ભરીને ભુજ સ્થિત કંપનીને ભેળસેળયુક્ત ડામર પધરાવી દેવાતા કંપનીનો પ્લાન્ટ બંધ કરવાનો વખત આવ્યો છે. આ સ્થિતિ ઉભી કરનાર ડ્રાઇવર સામે છેતરપિંડીની ફરિયાદ નોધાઇ છે.

ટેન્કરમાંથી ડામર કાઢીને અન્ય પ્રવાહીની ભેળસેળ કરીને ચોરી છુપાવવાનો પ્રયાસ કર્યો
રિફાઇનરી ખાતેથી ટેન્કરમાં રૂપિયા 11,23,019ની કિંમતનો 24 ટન ડામર ભરીને ડ્રાઇવર અતુલકુમાર વીરારામ વિશ્નોઇ(રહે, રાજસ્થાન) ભુજ ખાતે આવેલી જે.આર ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડિલિવરી આપવા નીકળ્યો હતો. ટેન્કરના ચાલકે રસ્તામાં ટેન્કરમાંથી કેટલોક ડામર કાઢી લઇને તેના સ્થાને અન્ય પ્રવાહીની ભેળસેળ કરીને ચોરી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભુજ ખાતે ટેન્કર છોડીને ડ્રાઇવર નાસી છૂટ્યો
ભેળસેળયુક્ત જે ડામરનો ઉપયોગ કંપનીએ કરતા પ્લાન્ટમાં અડચણ આવતા આખેઆખો પ્લાન્ટ બંધ થઈ ગયો હતો. જેથી કંપનીના કર્મચારીઓએ ટેન્કર ચાલકની પૂછપરછ કરતા તે ભુજ ખાતે ટેન્કર છોડીને નાસી છૂટ્યો હતો. ત્યાર બાદથી તેનો મોબાઈલ ફોન સતત બંધ આવી રહ્યો છે.

પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં
આ બનાવ અંગે ગોયલ રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટ ઇન્દોરના મેનેજરે ડ્રાઇવર અતુલકુમાર વિશ્નોઇ વિરૂદ્ધ વડોદરા જવાહરનગરમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...