તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After His Engagement In Vadodara, Naradham Repeatedly Raped An MS University Student, Threatening To Kill Himself If He Did Not Marry.

રેપ:વડોદરામાં સગાઈ બાદ નરાધમે MS યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું, લગ્ન ન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
  • લગ્નની લાલચ આપીને વિવિધ સ્થળોએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
  • 86 હજાર રૂપિયા રોકડા, સોનાના દાગીના પડાવી યુવતી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
  • યુવાને પીડિત યુવતીને કહ્યું: કોઈને જાણ કરીશ તો સમાજમાં બદનામ કરી દઈશ

વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપ્યા બાદ સગાઈ કરીને પાદરા ખાતે રહેતા યુવાને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને 86 હજાર રૂપિયા તથા સોના દાગીના પડાવી લીધા હતા અને ફરવાના બહાને અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરીને યુવતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વિદ્યાર્થિનીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે મકરપુરા પોલીસે આ અંગે દુષ્કર્મ, છેતરપિંડી અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લગ્નનો દિલાસો આપીને વિદ્યાર્થિની સાથે ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું
મૂળ પાદરાની રહેવાસી અને હાલ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી યુવતી MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. વર્ષ 2017 દરમિયાન પાદરા ખાતે રહેતા પરિમલ પરમાર સાથે યુવતીને પ્રેમ સંબંધ બંધાયો હતો. સગાઈ અગાઉ પરિમલે આપણી સગાઈ નક્કી જ છે અને લગ્ન પણ થવાના છે તેવો દિલાસો આપીને યુવતીને વિશ્વાસમાં લીધા બાદ કારવણ ખાતે આવેલા પ્રવાસી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું.

સગાઈ બાદ મુંબઈ, શિરડી અને નાસિકમાં દુષ્કર્મ આચર્યું
વર્ષ 2019 દરમિયાન બંને પરિવારોની સંમતિથી યુવતીની પરિમલ સાથે સગાઈ કરવામાં આવી હતી, જેમાં સગાઈ પેટે રોકડા રૂપિયા 11,111, બીજીવાર રોકડા રૂપિયા 75 હજાર, સોનાની ચેઇન, સોનાની વીંટી અને શુટ આપીને વિધિ પૂર્ણ કરી હતી. સગાઈ બાદ મુંબઈ, શિરડી અને નાસિક સહિતનાં સ્થળોએ પણ દુષ્કર્મ આચર્યું હતું. લગ્નની તારીખ નક્કી થતાં પરિમલે યુવતીને લગ્નની ના પાડીને જણાવ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરવાનો નથી, તારાથી થાય એ કરી લેજે, હવે હું તારા પપ્પાને બતાવીશ કે સમાજમાં તમારી શું ઈજ્જત રહે, જેથી સીધી રહેજે,નહીં તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

પોલીસે આરોપી પરિમલની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં
યુવતીની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે દુષ્કર્મ, છેતરપિંડી અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી પરિમલની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો