ખુશી:ટ્રેનની ટિકિટ મળી જતાં યુવકે લગ્નની તારીખ નક્કી કરી

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાથી મથુરા જવાની ટ્રેનની ટિકિટ બુક થતાં ઉત્તર પ્રદેશના યુવકે પોતાના લગ્નની તારીખ ફાઇનલ કરી હતી. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 6 પાસે આવેલી બુકિંગ ઓફિસથી યુવકે ફોન દ્વારા પરિવારને લગ્નની તારીખ નહીં બદલવા અને ખરીદી શરૂ  કરવા જણાવ્યું હતું.

શુક્રવારે સવારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા
વડોદરા રેલવે સ્ટેશન ખાતે શુક્રવારે સવારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પાદરાના લુણા ગામે કંપનીમાં નોકરી કરતા રાજેશ પાલ તેના મિત્ર સાથે રેલવે સ્ટેશન પર મથુરાની ટ્રેન અંગે પૂછપરછ કરવા આવ્યા હતા. પોલીસ સાથેની વાતચીતમાં તેમને એક તારીખથી ટ્રેન શરૂ થતી હોવાની માહિતી મળી હતી. યુવકે જણાવ્યું હતું કે આઠ તારીખે મારા લગ્ન છે. લોકડાઉનને કારણે એક વખત લગ્ન પાછા ઠેલ્યા છે,હવે ટ્રેનનું બુકિંગ મળશે તો લગ્ન થશે નહીં તો ફરી તારીખ બદલવી પડશે.પોલીસ દ્વારા તેમને પ્લેટફોર્મ નંબર છ ખાતે મોકલ્યા હતા. અંદાજે બે કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ ટિકિટ કન્ફર્મ થતા યુવકે પરિવારને પોતાના લગ્નની તારીખ ૮ મે ફાઇનલ રાખવા ફોન કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...