તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસા પૂર્વે આપત્તિ:વડોદરામાં આસમાનમાંથી વીજળી પડી, જમીન પરનું નાળિયેરનું ઝાડ સળગી ઉઠ્યું... પોણો ઈંચ વરસાદ બાદ ગરમી ઘટી, બફારો વધ્યો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીજળી પડતા નારિયેળીમાં આગ લાગી - Divya Bhaskar
વીજળી પડતા નારિયેળીમાં આગ લાગી
  • ગરમીનો પારો 1.6 ડિગ્રી ઘટી 36 ડિગ્રી નોંધાયો
  • આજે પણ વાદળોની સાથે બફારો યથાવત્ રહેશે

શુક્રવારે મોડી રાત્રે રાજ્યભરનું હવામાન અચાનક જ બદલાયું હતું. ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વડોદરામાં દિવાળીપુરામાં આવેલી એક નારિયેળી પર વીજળી પડતાં ઝાડ ભડભડ સળગી ઉઠ્યું હતું. ઝાડ સળગવા લાગતાં લોકો પણ ગભરાઈ ગયા હતા.

દિવસભર બફારો સાથે વાદળછાયું વાતાવરણ
પ્રિ મોન્સૂન એક્ટિવિટીને પગલે શુક્રવારે મોડી રાતે શહેરમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. જોકે શનિવારે સવારથી જ વાતાવરણમાં વાદળો છવાયેલાં રહ્યાં હતાં, જેના કારણે દિવસભર ભારે બફારો અનુભવાયો હતો. વરસાદના કારણે મહત્તમ તાપમાનનો પારો 1.6 ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાનનો પારો 3.6 ડિગ્રી ઘટી ગયો હતો. બફારાના પગલે ગરમીનો પારો 36 ડિગ્રી હતો. રવિવારના રોજ પણ વાદળો છવાયેલાં રહેશે, બફારો યથાવત્ રહેવાની સંભાવના છે.

અનેક જગ્યાએ વૃક્ષો પડ્યાં
હવામાન એક્સપર્ટ અંકિત પટેલે જણાવ્યું હતું કે, વાતાવરણમાં ઉપરના લેવલમાં રહેલા ટર્ફના કારણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થયો હતો. વડોદરામાં 6 જૂન સુધી વરસાદ વરસવાની સંભાવના રહેલી છે. શુક્રવારે રાત્રે મૂશળધાર વરસાદને પગલે શહેરમાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા, જે પૈકી દુમાડ ગામ પાસે અને માંજલપુરમાં ઝાડ પડ્યાં હતાં.

કરંટ લાગતા ગાયનું મોત
બીજી તરફ શનિવારે પરોઢિયે 5:40 વાગે ગોત્રી યશ કોમ્પ્લેક્સ સામે થાંભલા પર કરંટ ઉતરતા ચોંટી ગયેલી ગાયનું મોત થયું હતું. શુક્રવારે શહેરમાં મુશળધાર વરસાદ થતાં અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. જે શનિવારે પણ ન ઉતરતા લોકોને આપદા વેઠવી પડી હતી. હવામાન ખાતાના જણાવ્યાનુસાર રિવારે પણ વાદળછાયુ વાતાવરણ રહેશે.