તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After Diwali, Corona Transition Increased And Lines Were Set Up For Testing In Vadodara, With 825 Beds Still In Sayaji Gotri Hospital Equipped With 1125 Beds.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધતા વડોદરામાં ટેસ્ટીંગ માટે લાઇનો લાગી, 1125 બેડથી સજ્જ સયાજી-ગોત્રી હોસ્પિટલમાં હજી 860 બેડ ખાલી

વડોદરા7 દિવસ પહેલા
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે લાઇનો લાગે છે
  • વડોદરામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોનાનું સંક્રમણ વધ્યું, તેમ છતાં, કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે
  • સયાજી અને ગોત્રી હોસ્પિટલની ઓપીડીમાં દિવાળી પછી વધારો થયો છે

દિવાળી બાદ અમદાવાદ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. વડોદરામાં પણ દિવાળી બાદ સયાજી હોસ્પિટલ અને ગોત્રી જનરલ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો નોંધાયો છે અને હોસ્પિટલોમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી-લાંબી લાઇનો લાગી રહી છે. જોકે, કોરોનાની સંભવતઃ કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોવાનો દાવો સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો છે.

ઓપીડીમાં દર્દીઓની સંખ્યા 125થી વધીને 225 ઉપર પહોંચી ગઇ
સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના નોડેલ ઓફિસર ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, વડોદરામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તેમ છતાં, વડોદરામાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. દિવાળી બાદ કોરોનાના દર્દીઓમાં નહીંવત વધારો થયો છે. દિવાળી પૂર્વે ઓ.પી.ડી.માં 100થી 125 લોકો ટેસ્ટ માટે આવતા હતા, પરંતુ, છેલ્લા ત્રણ દિવસમાં 200થી 225 લોકો ટેસ્ટ માટે આવી રહ્યા છે. દિવાળી પૂર્વે 7થી 8 લોકોને દાખલ કરવામાં આવતા હતા. જેમાં વધારો થઇને 15થી 20 લોકો દાખલ થઇ રહ્યા છે. જ્યારે 50થી 60 ટકા લોકોને ઘરેજ ક્વોરન્ટીન થવાની સલાહ આપવામાં આવી રહી છે. જે પૈકી 60 ટકા લોકો ઘરે જ દવા લઇને સાજા થઇ રહ્યા છે. મૃત્યુઆંકમાં પણ કોઇ વધારો નથી.

સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ
સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ

સયાજી હોસ્પિટલમાં 550 બેડની સુવિધા, જે પૈકી હાલ 130 બેડ જ ભરેલા છે
વધુમાં ડો. બેલિમે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં 550 બેડની સુવિધા ઉપલબ્ધ છે. જે પૈકી હાલ 130 બેડ જ ભરેલા છે. 400થી 450 બેડ ખાલી છે. 600 ઓક્સિજન બેડથી સજ્જ છે. આમ કોરોનાની સંભવતઃ કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે.

ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજનથી સજ્જ 575 બેડની સુવિધા, હાલ 135 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
ગોત્રી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના નોડેલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ કોરોના ટેસ્ટ માટેની ઓ.પી.ડી.માં 50 જેટલા લોકોનો વધારો થયો છે. દિવાળી પૂર્વે 150ની ઓ.પી.ડી. રહેતી હતી, પરંતુ, છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઓ.પી.ડી. 200 ઉપર પહોંચી ગઇ છે. હોસ્પિટલમાં બેડની સુવિધાની વાત કરવામાં આવે તો ઓક્સિજનથી સજ્જ 575 બેડની સુવિધા છે. હાલમાં 135 જેટલા દર્દીઓ જ સારવાર લઇ રહ્યા છે. ઓ.પી.ડી.માં ટેસ્ટ માટે આવતા દર્દીઓને જરૂર જણાય તો જ દાખલ કરવામાં આવી રહ્યા છે. બાકીના દર્દીઓને ઘરે જ ક્વોરન્ટીન થઇને સારવાર લેવાની સલાહ આપવામાં આવી રહી છે. ગોત્રી હોસ્પિટલ કોરોનાની સંભવતઃ કોઇપણ સ્થિતિ ઉભી થાય તો તે માટે સજ્જ છે.

સયાજી અને ગોત્રી હોસ્પિટલની ઓપીડીમાં દિવાળી પછી વધારો થયો છે
સયાજી અને ગોત્રી હોસ્પિટલની ઓપીડીમાં દિવાળી પછી વધારો થયો છે

ઠંડીમાં કોરોનાના કેસો વધી શકે છે, પરંતુ, લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઠંડીમાં કોરોનાના કેસો વધી શકે છે, પરંતુ, તે માટે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. લોકોએ કોવિડ-19ની બહાર પાડવામાં આવેલ માસ્ક પહેરવું, સેનેટાઇઝનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાની જરૂર છે. અફવાઓથી દૂર રહેવું. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં. લોકોએ ગભરાવાની જરૂર નથી. માત્ર સાવચેતી રાખવાની જરૂર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો