કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણી હત્યા કેસનો આરોપી અને વર્ષે રૂપિયા 500 કરોડથી વધુનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવનાર હરિયાણાનો જ્યોતિન્દ્ર શર્મા સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રની સરહદના એક ગામથી ઝડપાયો છે. જ્યોતિન્દ્ર શર્મા દુબઈમાં પકડાયેલા કુખ્યાત વિનોદ સિંધીનો ભાગીદાર હતો. જોગીન્દર શર્મા ઉર્ફે ફોજીને આગામી દિવસોમાં વડોદરા લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા 2016માં થઈ હતી. જેમાં 11 આરોપીઓ પૈકી એક આરોપી જોગિંદરપાલ સિંગ શર્મા ઉર્ફે ફૌજી પણ હતો. દારૂના ધંધાની કરોડોની કમાણીને લઈ મુકેશની હત્યા કરવામાં આવી હતી. જેનું કાવતરું ઘડવામાં અને નાણાકીય સહાય ઉપરાંત અન્ય મદદ પણ કરવાનો આરોપ જ્યોતિન્દ્ર પર છે. હરજાણી મર્ડર કેસમાં જ્યોતિન્દ્ર આરોપી હોવા છતાં વડોદરા પોલીસ તેને પકડવામાં નિષ્ફળ રહી હતી.
જ્યારે મોનિટિંંગ સેલના એસપી નિર્લિપ્ત રાયે જોગીન્દરને ઝડપવા સ્ટાફને સૂચના આપી હતી. જ્યોતિન્દ્રને પકડવા બે ટીમ હરિયાણામાં ધામા નાખીને બેઠી હતી. દરમિયાન જાણકારી મળી કે જ્યોતીન્દ્ર મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રની બોર્ડર પર છે. આથી એક જ રાતમાં ટીમે 600 કિમીનું અંતર કાપી મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રની બોર્ડર પર પર પહોંચી હતી. વહેલી સવારે જ્યોતિન્દ્ર ભરઊંઘમાં હતો, ત્યારે જ તેને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી 8લાખ રોકડા એક ઈનોવા કાર અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
વર્ષ 2016માં મૂકેશ હરજાણીની હત્યા થઈ હતી ત્યારથી આરોપી ફરાર હતો
2016માં ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા થઈ હતી જેના કુલ 11 આરોપીઓ હતા. જેમાં જ્યોતિન્દ્ર હજી સુધી ફરાર રહ્યો હતો. મહત્વની વાત એ છે કે, 2019માં અત્રેની કોર્ટ દ્વારા તમામ આરોપીઓને છોડી મૂક્યા હતા. પરંતુ રાજ્ય સરકારે આ ચુકાદા સામે મોડેમોડે હાઈકોર્ટેમાં અપીલ કરી હતી, જેની સુનાવણી ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.