વેપારીઓ નારાજ:કોરોના બાદ માંડ બેઠા થતા રાતના ખાણીપીણી બજારને ફરીથી ફટકો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દુકાનો રાતે 11 વાગે બંધ કરાવી દેતા વેપારીઓ નારાજ

રાવપુરા ખાતે હુલ્લડ થયા બાદ શહેરની શાંતી ન ડહોળાય તે માટે પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ દ્વારા અશાંત વિસ્તારોમાં રાતે 11 વાગે દુકાનો બંધ કરાવી દેવાનો આદેશ કર્યો છે. પોલીસ કમિશનરના આદેશ અનુસાર શહેર પોલીસ ફુટ પેટ્રોલીંગ કરીને અશાંત વિસ્તારો સિવાયના વિસ્તારો જેમાં સ્ટેશન રોડ, માંજલપુર,ગોત્રી,ગોરવા સહિતના વિસ્તારોમાં પણ ખાણી-પીણીની દુકાનોને રાતે 11 વાગે બંધ કરાવી દેતા વેપારીઓ નારાજ થયા છે. કોરોના બાદ માંડ મંદીમાંથી બેઠા થયેલા વેપારીઓને હવે પોલીસ વિલન બની હોવાનો આક્રોશ ઠાલવ્યો છે.

કરે કોઇ અને ભોગવે કોઇ
ધમાલ કોઈ કરે અને ભોગવે કોઇ કોરોના પછી માંડ ઘરાકી ખુલી હતી. ત્યાં ફરીથી પોલીસે રાતે 11 વાગે દુકાનો બંધ કરાવી દેતા નુકશાન થઇ રહ્યું છે. - પ્રદિપ શાહ, વેપારી

11 વાગ્યા બાદ ઘરાકી ખુલે છે
રાતના 11 વાગ્યા બાદ દુકાન પર લોકો ચા પીવા તેમજ નાસ્તો કરવા આવે છે. રાતના 11 વાગ્યા પછી દુકાનો બંધ કરવાની સુચના આપતા નુકશાન જશે.- ઈમરાન ઘાસવાલા, વેપારી

અન્ય સમાચારો પણ છે...