તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • After Convincing People To Walk Around Without Masks In 10 Villages Around The City Before CCTV, The Result Is That There Are No Cases At Present.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:શહેર ફરતે 10 ગામોમાં માસ્ક વગર ફરતા લોકો પર CCTVથી નજર પહેલાં સમજાવટ પછી દંડ, પરિણામ અે આવ્યું કે, હાલ કોઇ કેસ નહીં

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સીસવા, પોર, કોટાલી, ખાનપુર, અંકોડિયા, આમલીયારા, દુમાડ, દેણા, આસોજ, વિરોદમાં કોરોનાને અટકાવવા હાઇટેક ઝુંબેશ
 • એક સમયે ગામોમાં કોરોનાના કેસ વધતાં સરપંચોએ જાગૃતિ ઝુંબેશ આદરી : કોરોનાની ગાઇડ લાઇનનું કડક પાલન કરાવાતાં સલામતી વધી

વડોદરા શહેર નજીકના 10 જેટલાં ગામોમાં ગ્રામજનો કોરોના મહામારીની ગાઈડ લાઈનનું પાલન કરે તે માટે સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવે છે. જો માસ્ક પહેરવા સહિતની કોઈ ગાઈડ લાઈનનું પાલન નથી કરતું તો તેને તુરંત ટેલિફોનિક સંપર્ક કરીને કે રૂબરૂ મળી સમજાવવામાં પણ આવે છે. ત્યારબાદ રૂા. 200 દંડ કરવામાં આવે છે. શહેર કરતાં ગામડામાં લોકો સ્વયં જાગૃકતા દાખવતાં ગામોમાં કોરોનાનો હાલ એક પણ કેસ નોંધાયો નથી.

વડોદરા જિલ્લાના સીસવા, પોર, કોટાલી, ખાનપુર, અંકોડિયા, આમલીયારા, દુમાડ, દેણા, આસોજ તેમજ વિરોદમાં સરપંચો દ્વારા ગામમાં ચોરી ન થાય તે માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ વર્ષ 2020માં કોરોના મહામારીમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત હતું. પહેલાં ગામમાં લોકો કોરોનાની ગાઈડ લાઈનનું યોગ્ય પાલન પણ નહોતા કરતા. જેથી કેટલાંક ગામોમાં કેસ પણ સામે આવ્યા હતા. દરમિયાન સરપંચો દ્વારા સીસીટીવીનો ઉપયોગ ગામમાં નગરજનો માસ્ક પહેરે છે કે કેમ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે કે કેમ તે જાણવા શરૂ કર્યો. જેનું પરિણામ એ આવ્યું કે, જો કોઈ ગ્રામજન માસ્ક પહેર્યા વગર દેખાય તો તેને પહેલાં ચેતવણી અપાય અને પછી તેની પાસેથી દંડ પણ વસૂલાય છે. જેને પગલે ગ્રામજનોમાં પણ જાગૃકતા આવી છે.

સીસીટીવી સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ લગાવાઇ : ગામડામાં રાત્રે 8 વાગ્યા પછી સ્વયંભૂ કર્ફ્યૂ , લોકો ઘર બહાર નીકળતા નથી

 • કનુ રબારી, સરપંચ, કોટાલી એ જણાવ્યુ કે, ગામમાં ચોરી વધતાં 15 દિવસ પહેલાં જ સીસીટીવી લગાવ્યા છે. જોકે હવે તેની સાથે ગામમાં દર્શનાર્થે આવતા ભક્તો તેમજ નગરજનો માસ્ક પહેરે કે કેમ તેના પર પણ નજર રખાય છે.
 • રિનાબેન પટેલ, જિ.પં. સભ્ય, પોર એ જણાવ્યુ કે, ગામમાં ચોરી વધતાં 15 દિવસ પહેલાં જ સીસીટીવી લગાવ્યા છે. જોકે હવે તેની સાથે ગામમાં દર્શનાર્થે આવતા ભક્તો તેમજ નગરજનો માસ્ક પહેરે કે કેમ તેના પર પણ નજર રખાય છે.
 • ઉલ્પેશ પટેલ, સરપંચ, અંકોડિયા એ જણાવ્યુ કે, 8 મહિના પહેલાં સીસીટીવી ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવાઈ છે. દિવાળી પહેલાં 4600ની વસ્તી સામે 30 કેસ હતા, હાલ એક પણ નથી. માસ્ક ન પહેરનારને રૂ.200નો દંડ કરાય છે.
 • પ્રિતેશ પટેલ, સરપંચ, ખાનપુર એ જણાવ્યુ કે, ચોરી રોકવા લગાવેલા 32 કેમેરાનો હાલ કોરોના માટે ઉપયોગ કરાય છે. ગામમાં કોઈ ગાઈડ લાઈનનું પાલન ન કરે તો તેને દંડ પણ કરવામાં આવે છે. હાલ ગામમાં કોરોનાનો એક પણ કેસ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો