તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા કબડ્ડી પ્લેયર આપઘાત કેસ:બંને આરોપીએ દારૂ પીને ડાન્સ કર્યો, પછી દિશાંતે યુવતી પર દુષ્કર્મ આચર્યું, નઝીમે બહાર ખુરશીમાં બેસીને નજર રાખતો હતો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંને આરોપી રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોપટની જેમ બોલવા માંડ્યા હતા. - Divya Bhaskar
બંને આરોપી રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોપટની જેમ બોલવા માંડ્યા હતા.
  • ગોરવા પોલીસ બંને આરોપીને સાથે રાખીને બુધવારે પીડિતાના ફ્લેટમાં પહોંચી તપાસ કરી હતી
  • આરોપીઓ પોપટની જેમ બોલવા માંડ્યા, બંનેએ સિલસિલાબંધ હકીકત પોલીસ સમક્ષ વર્ણવી

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ તેણે કરેલી આત્મહત્યાના બનાવમાં પોલીસે બુધવારે બંને આરોપીને સાથે રાખી યુવતીના ફ્લેટ પર પહોંચી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બંને આરોપીએ એ દિવસે શું બન્યું હતું એની સિલસિલાબંધ હકીકત પોલીસ સમક્ષ વર્ણવી હતી. એક કલાક સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શનમાં આરોપીઓ પાસેથી પોલીસે તમામ પાસાંની ઊંડી વિગતો મેળવી હતી અને લાંબી પૂછપરછ કરી હતી. બંને આરોપી રિકન્સ્ટ્રક્શનમાં પોપટની જેમ બોલવા માંડ્યા હતા. બંને આરોપીએ દારૂ પીને ડાન્સ કર્યો. પછી દિશાંતે દુષ્કર્મ આચર્યું હતું અને નઝીમે બહાર ખુરશીમાં બેસીને વોચ રાખી હતી.

દુષ્કર્મ બાદ યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો
વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીના ઘરે 8 જૂને દિશાંત દીપક કહાર તથા નઝીમ ઇસ્માઇલ રહીમ મિર્ઝા ભેગા થયા હતા, જ્યાં યુવતીને બળજબરીથી દારૂ પીવડાવ્યા બાદ દિશાંતે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના બાદ યુવતીને લાગી આવતાં તેણે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ગોરવા પોલીસે આ ઘટના બાદ બંને આરોપી દિશાંત કહાર અને નઝીમ મિર્ઝાને ઝડપી લીધા હતા. દરમિયાન પંચોને સાથે રાખી ગોરવા પીઆઇ આર.સી. કાનમિયા અને તેમની ટીમ બંને આરોપીને લઇને બુધવારે બપોરે સુભાનપુરામાં જીએસટી ભવન નજીક આવેલા વ્રજવિહાર ફ્લેટના પહેલા માળના મકાનમાં પહોંચી હતી. આ ફ્લેટમાં સગીરા એકલી રહેતી હતી અને ત્યાં જ તેની પર દુષ્કર્મ થયું હતું.

ગોરવા પોલીસ બંને આરોપીને સાથે રાખીને બુધવારે પીડિતાના ફ્લેટમાં પહોંચી તપાસ કરી હતી.
ગોરવા પોલીસ બંને આરોપીને સાથે રાખીને બુધવારે પીડિતાના ફ્લેટમાં પહોંચી તપાસ કરી હતી.

રિકન્સ્ટ્રક્શનમાં આરોપીઓ પોપટની જેમ બોલવા માંડ્યા
પોલીસે બંને આરોપીને ફ્લેટના દરેક રૂમમાં લઈ જઈને એ દિવસે શું બન્યું હતું અને કયાં દુષ્કર્મ થયું હતું એ સહિતના મુદ્દા પર ઊંડી પૂછપરછ કરી હતી. બંને આરોપીએ સિલસિલાબંધ હકીકત પોલીસ સમક્ષ વર્ણવી હતી. એક કલાક સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શનમાં આરોપી દિશાંત અને નઝીમ પોપટની જેમ બોલવા માંડ્યા હતા

યુવતીને બળજબરીથી દારૂ પીવડાવ્યા બાદ દિશાંતે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
યુવતીને બળજબરીથી દારૂ પીવડાવ્યા બાદ દિશાંતે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

પહેલો રૂમ અને બેડ રૂમ વેરણછેરણ હાલતમાં
પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે વ્રજવિહાર ફ્લેટમાં પીડિતાના ફ્લેટમાં પહોંચી હતી, જ્યાં તપાસમાં પહેલા રૂમમાં પિત્ઝા અને બનના ટુકડા, કોલડ્રિંકસની બોટલ તથા વેરણછેરણ હાલતમાં નાસ્તો પડેલો હતો. બેંક અને મોબાઇલના કેટલાંક પેમ્ફલેટ પણ પડેલાં હતાં. લાંબા સોફા પર ઓશીકાઓ તથા લેડીઝ જીન્સ અને ટી શર્ટ પડેલાં પણ જોવા મળ્યાં હતાં. આ સ્થળે ફર્શ પર દારૂની બોટલ હોવાનું પણ પોલીસે લખેલું જોવા મળ્યું હતું. ત્યાર બાદ પોલીસ બંને આરોપીને અંદરના બેડ રૂમમાં લઇ ગઇ હતી. બેડ રૂમમાં એક બેડ પર પથારી વાળીને પડેલી હતી, જ્યારે બીજા બેડ પર નાની 2 પથારી જોવા મળી હતી, જ્યાં યુવતી પર દુષ્કર્મ કરાયું હોવાનું જણાઈ આવ્યું હતું. રૂમમાં એક દીવાલ પર યુવતીના માતાની તસવીર પણ લગાડેલી હતી.

બંનેએ સિલસિલાબંધ હકીકત પોલીસ સમક્ષ વર્ણવી હતી.
બંનેએ સિલસિલાબંધ હકીકત પોલીસ સમક્ષ વર્ણવી હતી.

બેડ રૂમની ફર્શ પર વાળ પડેલા હતા
જે રૂમમાં યુવતી પર દુષ્કર્મ કરાયેલું હતું એ રૂમ આમ તો વેરણછેરણ હાલતમાં જોવા મળ્યો હતો. રૂમની ફર્શ પર વાળના ટુકડા ઠેર ઠેર વિખરાયેલા જોવા મળ્યા હતા, જેથી રૂમમાં એ વખતે પીડિતા સાથે શું બન્યું એની કલ્પના કરી શકાય એમ હતી. ફર્શ પર કોન્ડોમ પડેલું હોવાનું પોલીસને લખેલું જોવા મળ્યું હતું. પોલીસે બંને આરોપીને ત્યાં ઊભા રાખી એ દિવસે શું બન્યું હતું એ સહિતની તમામ માહિતી મેળવી હતી. ત્યાર બાદ બંનેને પોલીસ રસોડામાં પણ લઇ ગઇ હતી અને ત્યાં પણ બંનેની પૂછપરછ કરી હતી. એક આરોપી બનાવ વખતે રસોડા પાસેની બાલ્કનીમાં ઊભો હોવાનું જણાવ્યું હતું. બંને આરોપી બનાવના દિવસે ક્યાં હતા એ સહિતની માહિતી પૂછવામાં આવી હતી.

એક કલાક સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શનમાં આરોપીઓ પાસેથી પોલીસે તમામ પાસાંની ઊડી વિગતો મેળવી હતી.
એક કલાક સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શનમાં આરોપીઓ પાસેથી પોલીસે તમામ પાસાંની ઊડી વિગતો મેળવી હતી.

બાઇક કયાં પાર્ક કરી હતી ત્યાંથી તપાસ શરૂ કરાઈ
પોલીસ બંનેને લઇને પીડિતાના ફ્લેટ પર પહોંચી ત્યારે પાર્કિંગમાં આરોપીઓએ ક્યાં બાઇક પાર્ક કરી હતી એ મુદ્દાની તપાસ શરૂ કરી હતી. બંને આરોપીએ પોલીસની જીપમાંથી ઊતરી પોતે જ્યાં બાઇક પાર્ક કરી હતી એ સ્થળ બતાવ્યું હતું અને ત્યાર બાદ પહેલા માળે જઇ દૂરથી પીડિતાનો ફ્લેટ બતાવ્યો હતો. ત્યાર બાદ પોલીસે ફ્લેટનું તાળું ખોલ્યું અને રૂમમાં લઇ જઇને પહેલા રૂમમાં શું બન્યું હતું, બેડરૂમમાં શું બન્યું હતું એ સહિતના મુદ્દા પર આરોપીઓની પૂછપરછ કરી હતી. બંને એ દિવસે કેટલા વાગે ફ્લેટ પર આવ્યા હતા અને ત્યારે અન્ય કોણ કોણ હતું, કેટલા વાગે ત્યાંથી બહાર ગયા બાદ ફરીથી કેટલા વાગે કોણ કોણ ફ્લેટમાં આવ્યા હતા એની ઝીણીઝીણી માહિતી મેળવી હતી.

પહેલો રૂમ અને બેડ રૂમ વેરણછેરણ હાલતમાં હતો.
પહેલો રૂમ અને બેડ રૂમ વેરણછેરણ હાલતમાં હતો.
ફ્લેટમાં સગીરા એકલી રહેતી હતી અને ત્યાં જ તેની પર દુષ્કર્મ થયું હતું.
ફ્લેટમાં સગીરા એકલી રહેતી હતી અને ત્યાં જ તેની પર દુષ્કર્મ થયું હતું.