તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:બીકોમ બાદ વિદ્યાર્થી ટ્રેનિંગ લઈ CA સાથે કામ કરી શકશે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ICAI ના ટ્રેઇન, અર્ન એન્ડ લર્નનો નવતર કોર્સ શરૂ થશે
  • શહેરમાં સીએ સભ્યોની નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો

બીકોમ બાદ વિદ્યાર્થીને સીએ ફર્મ કે કોઇ સિનિયર સીએ સાથે કામ કરવાની તક મળી શકશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઇ) દ્વારા ટ્રેઇન, અર્ન એન્ડ લર્ન નામનો નવતર કોર્સ જાહેર કરાયો છે. જેમાં વિદ્યાર્થીને 1 વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે. જે અગાઉ તેને 36 કલાકની ઓનલાઇન (વર્ચ્યૂઅલ) ટ્રેનિંંગ અપાશે. આ વિશે નેશનલ કોન્ફરન્સમાં આવેલા વેસ્ટર્ન ઇન્ડિયાના રિજિયોનલ ચેરમેન સીએ મનિષ ઘેડિયાએ જણાવ્યું કે, ‘આઇસીએઆઇએ આ કોર્સ 1 જુલાઇથી અમલમાં મૂક્યો છે. હજી સુધી મુંબઇ, ઘૂળે, પૂણે અમરાવતી અને રાજકોટમાં 2500થી વધુ વિદ્યાર્થીને પ્લેસમેન્ટ મળ્યું છે.

વડોદરામાં આજથી પ્રારંભ કરીશું.’ ઉલ્લેખનીય છે કે, એમએસયુ, પારુલ યુનિવર્સિટી સહિતની કોલેજોમાં આઇસીએઆઇ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સીએ ફ્રેશર્સને 2019 કરતાં 2020માં સરેરાશ 37 ટકા સેલેરી વધુ મળી છે. સીએ થયા બાદ સરેરાશ વાર્ષિક 6થી 8 લાખ સેલેરી મળે છે. શુક્રવારથી શરૂ થયેલી કોન્ફરન્સ માટે દેશભરમાંથી સીએ વડોદરા આવ્યા છે. ઉપરાંત પાઇથન, પાવર બીઆઇ અને એસક્યુએલ સાથે 60 કલાકનો ડેટા એનાલિસીસનો કોર્સ પણ વિદ્યાર્થીઓ માટે લોન્ચ કર્યો છે.

આ ઉપરાંત મેન્ટોરશીપ પ્રોગ્રામ અંતર્ગત યુવા સીએ 6 મહિના સુધી સિનિયર સીએ સાથે કામ કરી શકશે. બીજી તરફ કોરોનામાં જે વિદ્યાર્થીએ માતા-પિતા ગુમાવ્યા હોય તેમને આઇસીએઆઇ દ્વારા આ ટ્રેનિંગ અને કોચિંગ ફ્રી અપાશે. અત્યાર સુધી સંસ્થા દ્વારા 3000ને કોચિંગ અને 800થી વધુ વિદ્યાર્થીઓને ફ્રી ટ્રેનિંગ અપાઇ છે.

મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ‘ખોજ’ પોર્ટલ
આઇસીએઆઇ દ્વારા મહિલા સીએ જેમનો કોઇ કારણસર કરિયરમાં બ્રેક થઇ ગયો હોય અને જે ફરી શરૂઆત કરવા માગતા હોય તેમના માટે એમ્પ્લોયમેન્ટની તક ઊભી કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આઇસીએઆઇ દ્વારા ખોજ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં સીએએ આઇસીએઆઇના પોર્ટલ પર જઇ ફોર્મ ભરવાનું છે અને તેમાં તેમના અનુભવ, ભૌગોલિક વિસ્તાર અને કયા ક્ષેત્રે રસ ધરાવે છે તેના ડેટા ઇનપુટ કરવા પડશે. આ ઉપરાંત એમ્પ્લોયર્સને આવા ઉમેદવારોની યાદી અપાશે.આઇસીએઆઇ દ્વારા મહિલા સીએ જેમનો કોઇ કારણસર કરિયરમાં બ્રેક થઇ ગયો હોય અને જે ફરી શરૂઆત કરવા માગતા હોય તેમના માટે એમ્પ્લોયમેન્ટની તક ઊભી કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આઇસીએઆઇ દ્વારા ખોજ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં સીએએ આઇસીએઆઇના પોર્ટલ પર જઇ ફોર્મ ભરવાનું છે અને તેમાં તેમના અનુભવ, ભૌગોલિક વિસ્તાર અને કયા ક્ષેત્રે રસ ધરાવે છે તેના ડેટા ઇનપુટ કરવા પડશે. આ ઉપરાંત એમ્પ્લોયર્સને આવા ઉમેદવારોની યાદી અપાશે.

અન્ય સમાચારો પણ છે...