વડોદરા ગેંગરેપ:દોઢ મહિના બાદ પણ નરાધમો પોલીસને હાથ લાગ્યા નથી, પોલીસે શંકાસ્પદોને શોધવા ગદાપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મ પીડિતાની ફાઇલ તસવીર - Divya Bhaskar
દુષ્કર્મ પીડિતાની ફાઇલ તસવીર
  • ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી

વડોદરામાં વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી પર થયેલા ગેંગરેપ કેસમાં પોલીસને આરોપીઓ મળી નથી રહ્યા, ત્યારે હવે સંદિગ્ધોને શોધવા પોલીસે સ્થાનિક વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. જેમાં આજે પોલીસે આજે ગદાપુરા વિસ્તારમાં તપાસ કરી હતી.

પોલીસે કેટલાક રિક્ષાચાલકો પાસેથી બાતમી મેળવી
ઓએસિસ સંસ્થામાં અભ્યાસ કરતી નવસારીની યુવતી પર વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મ બાદ ટ્રેનમાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ પહેલા તેણે પોતાનો જીવ જોખમમાં હોવાનો મેસેજે પણ સંસ્થાના સંચાલકોને કર્યો હતો. જો કે, ઘટના બન્યાના દોઢ મહિના બાદ પણ પોલીસ આરોપીને શોધવા ફાંફાં મારી રહી છે. હવે પોલીસે વડોદરાના સ્થાનિક વિસ્તારોમાં તપાસ કરવાનું શરૂ કર્યું છે. જેમાં આજે પોલીસની એક ટીમ શહેરના ગદાપુરા વિસ્તારમાં પહોંચી હતી અને કેટલાક ઘરમાં રૂબરૂ જઇને શંકાસ્પદો અંગે બાતમી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ કેટલાક રિક્ષાચાલકો પાસેથી બાતમી મેળવી છે. તેમજ શંકાસ્પદ લાગે તે વાહનોને રોકીને પોકેટ-કોપ એપના માધ્યમથી વાહનોની ખરાઇ હતી.

હવે સંદિગ્ધોને શોધવા પોલીસે સ્થાનિક વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે
હવે સંદિગ્ધોને શોધવા પોલીસે સ્થાનિક વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે

આ પહેલા પોલીસે બે ભરવાડ યુવકોની પૂછપરછ કરી હતી
વેક્સિનના મેદાનમાં પીડિતા પર થયેલા ગેંગરેપની ઘટનાના મુખ્ય સાક્ષી બસ ચાલક અને તે સમયે ત્યાં આવનારા બે ભરવાડ યુવકોને પણ પોલીસે બોલાવ્યા હતા અને પુછપરછ કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વેક્સિન ગેંગરેપ કેસની ઝીણવટપૂર્વક તપાસ કરતાં હકીકત બહાર આવી હતી કે, પીડિતા ઓએસિસ ટ્રસ્ટમાં છેલ્લાં 2 વર્ષથી એમએચઇનો કોર્સ કરતી હતી અને પુસ્તક પ્રકાશન વિભાગમાં સ્ટોર મેનેજમેન્ટનું કામ કરતી હતી. તેની સાથે વેક્સિન મેદાનમાં સામૂહિક દુષ્કર્મ થયું હોવાની જાણ પીડિતાએ ઓએસિસના ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટમાં કામ કરતી અન્ય યુવતીઓને કરી હતી.

ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે, આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રીક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી

પોલીસે 3 સામે ગુનો નોંધ્યો હતો
જોકે આવા ગંભીર પ્રકારના બનાવની જાણ ઓએસિસના ટ્રસ્ટીઓને થઇ હોવા છતાં ઓએસિસ ટ્રસ્ટના જવાબદાર વ્યક્તિઓ કે ટ્રસ્ટીઓએ આગળ કોઇ જ કાર્યવાહી નહીં કરીને અને ગંભીર પ્રકારનો કોગ્નિઝેબલ ગુનો હોવાનું જાણવા છતાં બનાવ છુપાવ્યો હતો. પોલીસે સંજીવ કનૈયાલાલ શાહ, પ્રીતિ સંજીવ શાહ અને વૈષ્ણવી મહેન્દ્ર ટાપનિયા સામે એનસી ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...