થંડરસ્ટ્રોમની અસર:મળસ્કે હળવા છાંટા બાદ દિવસભર ઉકળાટ વર્તાયો

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાતાવરણમાં પલટો
  • 12 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

પ્રિ મોન્સુન એક્ટિવીટીના પગલે શહેરમાં છેલ્લા બે દિવસથી 15થી 20 કિમીની ઝડપે પવનો ફુંકાઈ રહ્યાં છે. ત્યારે બુધવારે સવારે ઠંડરસ્ટ્રોમના કારણે શહેરમાં વરસાદી છાંટા પડ્યાં હતાં. હવામાન વિભાગે વર્ષ 2022ની વરસાદની સીઝનમાં બુધવારે 1.2 મીમી વરસાદ વરસ્યો હોવાનું જણાવ્યું હતું. વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ઉકળાટ સહન રવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગે 9થી 12 જૂન સુધી ઠંડરસ્ટ્રોમના કારણે ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી આગાહી આપી છે.

હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 28.8 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 65 ટકા અને સાંજે 39 ટકા નોંધાયું હતું. જ્યારે પશ્ચિમની દિશાથી 16 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં.

બુધવારે મળસ્કે કારેલીબાગ સહિતના વિસતારમાં હળવા વરસાદી છાંટા વરસ્યા હતા. જેને પગલે થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ આખો દિવસ શહીરજનોને આકરી ગરમીનો સામનો કરવો પડયો હતો.સમયાંતેર વાદળછાયુ વાતાવરણ રહેતા ઉકળાટનો પણ સામનો કરવો પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...