તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરાને વર્ષ 2016માં વિધર્મી યુવક ભગાડી ગયો હતો. જોકે બંને વચ્ચે તકરાર થતાં યુવતી તેના પિતાના ઘરે રહેતી હતી. યુવતીના ઘરે પહોંચેલા યુવકે ત્રણ વર્ષની દીકરીને લઈ જવા અને ફરિયાદ પાછી ખેંચવા માટે યુવતીના પરિવારને મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
વિધર્મી યુવક સગીરાને તમિલનાડુ ભગાડી ગયો હતો
માંજલપુર વિસ્તારમાં રહેતી 21 વર્ષિય યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર, વર્ષ 2016ની સાલમાં તે સગીર વયની હતી તે વખતે માંજલપુર વિસ્તારમાં આવેલી અવધૂત ફાટક પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા લઘુમતીકોમના યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા તેને તમિલનાડુના વેલુર રાજ્યના ઈડીયર પાલીયમ ખાતે ભગાડીને લઈ ગયો હતો. જ્યાં યુવતી મુસ્લિમ યુવક સાથે રહેતી હતી. જ્યાં યુવતીએ છોકરીને જન્મ આપ્યો હતો.
વિધર્મી યુવકે કેસ પાછો ખેંચવા ધમકી આપી
દરમિયાન ફૈઝલ યુવતીના ઘરે ધસી ગયો હતો અને યુવતીની માતાને અપશબ્દો બોલી તારા બાપાએ જે કેસ કર્યો છે તે પાછો ખેંચાવી દે તેમ જણાવી ત્રણ વર્ષની દીકરીને જબરજસ્તી લઇ જવાની કોશિષ કરી હતી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરના નાગરવાડની હિન્દુ યુવતીને વિધર્મી યુવકે ભગાડીને નિકાહ કર્યાં હતા
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક ગત 2જી ડિસેમ્બરે ઘેરથી ભગાડી ને મુંબઈ લઈ ગયા બાદ 6 ડિસેમ્બરે બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો. યુવતી અને યુવકને 16 ડિસેમ્બરે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જ્યાં બંનેનું ચાર કલાક સુધી કાઉન્સેલિંગ કરાયું હતું. ઘટનાના પગલે બંને પક્ષના ટોળા અને હિન્દુ સંગઠનના કાર્યકરોના ટોળા કારેલીબાગ પોલીસ સ્ટેશને ઉમટી પડતાં એક તબક્કે પોલીસ સ્ટેશનની જાળી બંધ કરી દેવી પડી ટોળાને વિખેરવું પડ્યું હતું. લવજેહાદના આ કિસ્સા સામે અગ્રણીઓનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ફરિયાદ થઇ ન હતી.બંનેને પોતપોતાના ઘરે મોકલી કાઉન્સેલીંગ શરૂ કરાયું હતું. ત્યારબાદ પિતાના મૃત્યુ બાદ
તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી વિધર્મી યુવક સાથે ફરી ભાગી ગઈ હતી.
યુવકે યુવતીના માતાપિતાને મારી નાખવાની ધમકી આપી
પોતાની દિકરીને લઘુમતી કોમનો યુવક ભગાડીને લઈ ગયો હોવા અંગે પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે ફરિયાદના આધારે યુવકને શોધીને તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. જેલમાંથી છુટ્યા બાદ યુવક સાથે યુવતીએ લગ્ન રજીસ્ટર કરેલા હતા.જોકે લગ્ન રજીસ્ટર થયા બાદ યુવતી યુવક સાથે રહેવા ન જઈ પિયરમાં જ રહેતી હતી. યુવતીની ફરિયાદ છે કે, 12 જાન્યુઆરી 2021ના રોજ તે પોતાના પિયરમાં હતી,દરમિયાન તેનો પતિ બપોરના સમયે ઘરે આવી પોતાની છોકરીને લઈ જવાનું જણાવ્યું હતું. પરંતું યુવતીએ છોકરીને લઈ જવાની ના પાડતા યુવકે યુવતીના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. બનાવના સંબંધમાં પોલીસે ગહન તપાસ હાથ ધરી આરોપીની ખોજ આરંભાઈ છે.
પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે હિન્દુ પરિણીત યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર મુસ્લિમ યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી પરિણીત યુવતીને ધમકીઓ આપીને બળાત્કાર ગુજારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે અવાર-નવાર મુલાકાત દરમિયાન યુવાને યુવતીના અશ્લિલ ફોટા પાડી લીધા હતા. તે ફોટા દ્વારા બ્લેકમેલ કરીને મુસ્લિમ યુવાન યુવતીની સાસરીમાં જતો હતો અને બળાત્કાર ગુજારતો હતો. પોલીસે હવસખોર યુવાનની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.