તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:એક દિવસની ફેરણી બાદ 12 ઉમેદવારે ટેસ્ટ કરાવ્યા, આખરે પ્રમુખ સહિત 17 લોકોએ ટેસ્ટ કરાવ્યો

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા ભાજપના શહેર ભાજપ પ્રમુખ સહિત વધુ 17 લોકોઅે અાખરે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. 12 ઉમેદવારોએ એક દિવસની ફેરણી કર્યા બાદ કોરોના ટેસ્ટ કાવ્યો હતો. ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે પણ ટેસ્ટ કરાવી લીધો હતો. અા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અગાઉ 13 જેટલા અગ્રણીઅોઅે ટેસ્ટ કરાવ્યો હતો. મંગળવારે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી, જશવંત સોલંકી, રાકેશ સેવકે ટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

કોરોના ટેસ્ટ કરાવ્યા વિના જ ફેરણી કરનારા ઉમેદવારોએ પણ ટેસ્ટ કરાવ્યો હતો અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. વોર્ડ 17 ના ભાજપના ઉમેદવારો નિલેશ રાઠોડ, શૈલેષ પાટીલ, સંગીતાબેન પટેલ, પ્રિતીબેન ભટ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. વોર્ડ નંબર 19 ના ઉમેદવારો અલ્પેશ લીંબાચીયા, ઘનશ્યામ પટેલ, હેમલતાબેન તડવી, પુનિતાબેન વ્યાસના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. વોર્ડ નંબર 16 ના ઉમેદવારો નરેશ રબારી, ઘનશ્યામ સોલંકી, સ્નેહલબેન પટેલ, પ્રિયાબેન ગવાંડેના કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ અાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો