તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી અનલોક:85 દિવસ બાદ 117 બગીચાને શ્વાસ મળશે, પાલિકાની ટીમ ચેકિંગ કરશે, ભીડ કરશો તો પહેલાં ચેતવણી પછી દંડ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરકારની નવી ગાઈડ લાઈન મુજબ શુક્રવારના રોજથી વિવિધ વિસ્તારોમાં આવેલા બાગ-બગીચા શહેરીજનો માટે ખુલ્લા મૂકાશે. જે પૂર્વે ગુરુવારના રોજ કમાટીબાગ ખાતે કર્મચારીઓ દ્વારા રસ્તાની સફાઈ અને ઘાસ કટિંગની કામગીરી કરવામાં આવી હતી. - Divya Bhaskar
સરકારની નવી ગાઈડ લાઈન મુજબ શુક્રવારના રોજથી વિવિધ વિસ્તારોમાં આવેલા બાગ-બગીચા શહેરીજનો માટે ખુલ્લા મૂકાશે. જે પૂર્વે ગુરુવારના રોજ કમાટીબાગ ખાતે કર્મચારીઓ દ્વારા રસ્તાની સફાઈ અને ઘાસ કટિંગની કામગીરી કરવામાં આવી હતી.
  • સવારે 6 થી સાંજના 7 વાગ્યા સુધીની સમય મર્યાદા : સિક્યુરિટી ગાર્ડની પણ જવાબદારી નક્કી કરાઇ
  • જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બજારો ઉપરાંત બાગ-બગીચાઓમાં પણ નજર રાખશે

11 જૂન થી શહેરના 117 બાગ-બગીચાઓ,500 જેટલા જિમ ખુલશે,જ્યારે 2 હજાર જેટલી નાની-મોટી રેસ્ટોરાંમાં ગ્રાહકોને એન્ટ્રી મળશે. 18 માર્ચે બાગ-બગીચા બંધ કરાયાના 85 દિવસ બાદ શુક્રવારથી સવારે 6થી સાંજના 7 સુધી ખુલ્લા રાખવાની સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. પરંતું જો બગીચાઓમાં ભીડ થશે તો પહેલા ચેતવણી આપવામાં આવશે,અને તેમ છતા લોકો ટોળે વળશે તો દંડ ફટકારવામાં આવશે. શહેરના 12 વોર્ડના 117 બગીચાઓમાં નજર રાખવા માટે પોલીસ અને પાલિકાની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમને જવાબદારી સોંપાઈ છે. ઉલ્લેખનિય છે કે, બગીચાઓ ખુલતા શહેરના મોર્નીંગ વોકર શુક્રવારથી બગીચાઓમાં ચાલવા અને કસરત કરવા જવાની તૈયારી કરી દિધી છે.

જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ હાલ શહેરના 12 વોર્ડમાં બજારોમાં થતી ભીડ પર નજર રાખી રહી છે. જ્યાં ભીડ દેખાય ત્યાં દંડ કરી ફરીથી ભીડ ન થાય તેની ચેતવણી પણ આપી રહી છે. તંત્ર દ્વારા દરેક વોર્ડની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમને તેમના વોર્ડના બગીચાઓની જવાબદારી આપવામાં આવી છે.

આ ઉપરાંત સીક્યુરીટી ગાર્ડ પણ બગીચામાં નજર રાખશે. જો બગીચામાં ભીડ દેખાશે તો સિક્યુરીટી ગાર્ડ જે તે લોકોને ભીડ ન કરવા સુચના આપવામાં આવશે. જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા અચાનક જ બાગ-બગીચાનું ચેકીંગ કરવામાં આવશે. જેમાં માસ્ક ન પહેર્યું હોય અથવા તો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળશે તો જે તે વ્યક્તિને દંડ પણ ફટકારાશે. 2 હજાર જેટલી નાની-મોટી રેસ્ટોરાંમાં શુક્રવાથી સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધી 50 ટકાની ક્ષમતા સાથે ગ્રાહકોને બેસાડી શકાશે. જોકે રાતના 8 વાગ્યા પછી જ ગ્રાહકો આવતા હોઇ સમય વધારવાની માંગ થઇ રહી છે.

જિમમાં મેમ્બરો માટે શિડ્યૂલ તૈયાર, દરેકના આરટીપીસીઆર ટેસ્ટ લેવાશે
​​​​​​​નિઝામપુરાના જિમ સિટીના સંચાલક વિપુલ વસાવાએ જણાવ્યું હતું કે, જિમમાં આવનારા દરેક મેમ્બરોનું શીડ્યુલ નક્કી કરાયું છે. કોને કયા સમયે આવવું તે તેમને કહી દેવામાં આવ્યું છે.જ્યારે જિમમાં આવતા દરેક મેમ્બરોના પહેલા આરટીપીસીઆર ટેસ્ટ લીધા બાદ જ તેમને જિમમાં આવવા મંજુરી આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, વડોદરામાં 500 જેટલા જિમ આવેલા છે. જે જિમના સંચાલકોએ પણ પોતાના મેમ્બરોને ફોન કરીને જિમ શરૂ થવાનું હોવાથી તેમને દિવસમાં કયા સમયમાં જિમમાં કસરત કરવા આવવાનું ફાવશે તે પૂછી શિડ્યુલ કરાઈ રહ્યાં છે.જિમમાં દરેક બેચ બાદ સંકુલ અને સાધનોને સનેટાઈઝ કરશે.ત્યાર બાદ બીજી બેચ શરૂ કરશે.

કમાટીબાગમાં રસ્તાની સફાઇ, ઘાસ કટિંગ સહિતની કામગીરી કરાઇ : જિમમાં દરેક બેચ પૂર્વે સાધનોને સેનિટાઇઝ કરાશે
​​​​​​​સરકારની નવી ગાઈડ લાઈન મુજબ શુક્રવારના રોજથી વિવિધ વિસ્તારોમાં આવેલા બાગ-બગીચા શહેરીજનો માટે ખુલ્લા મૂકાશે. જે પૂર્વે ગુરુવારના રોજ કમાટીબાગ ખાતે કર્મચારીઓ દ્વારા રસ્તાની સફાઈ અને ઘાસ કટિંગની કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...