તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેશનલ હેન્ડલુમ ડે:6 વર્ષ બાદ કળા રસિકોએ પ્રયત્ન કરી હસ્તકળાના કારીગરોને અપાવ્યું કામ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હસ્તકળાના કારીગરોની વર્તમાન પરિસ્થિતિની વાત

દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં હેન્ડલૂમ ઉદ્યોગના મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે જુલાઈ 2015માં 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે જાહેર કર્યો હતો. બ્રિટીશ સરકાર દ્વારા બંગાળના પાર્ટીશનના વિરોધમાં કલકત્તા ટાઉનહોલમાં આ દિવસે 1905માં શરૂ કરાયેલ સ્વદેશી આંદોલનને યાદગાર બનાવવા માટે 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.આજે છઠ્ઠો નેશનલ હેન્ડલુમ દિવસ છે. ત્યારે શહેરના મહારાણી રાધીકા રાજે ગાયકવાડ અને રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટને સપોર્ટ કરી તેના વિશે જાગૃતિ લાવેે છે.

વોલ મ્યુરલ (ફ્રેશકો)ના કારીગરો હવે વડોદરામાં શોધ્યે નથી જળતા
નિહારીકા દવેએ જણાવ્યું હતું કે, વડોદરાનું વોલ મ્યુરલ (ફ્રેશકો) વર્ષો પહેલા ખૂબ જ પ્રચલીત હતું. કલરવાળા પથ્થરને ભાંગી તેનો રંગ બનાવી દિવાલ પર તેના મ્યુરલ બનાવવામાં આવતા હતા. માંડવીમાં આવેલા 400 વર્ષ જુના મકાનમાં, કિર્તીમંદીર અને લક્ષ્મીવિલાસ પેલેસમાં હજુ પણ આ મ્યુરલ જોવા મળે છે. આ કારીગરો હવે વડોદરામાં જોવા મળતા નથી.

ઓરિસ્સાના ઢેંકનાલ જિલ્લાના હસ્તકળાના કારીગરોને મહારાણીએ અપાવ્યો રોજગાર
મહારાણી રાધીકારાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં હસ્તકળાના કળાકારોની સ્થિતિ જાણવા અને તેમની મદદ કરવા મેં ગુજરાતના કચ્છના કારીગરોનો સંપર્ક કર્યો પરંતુ ત્યાંની સંસ્થા અને સરકારનો સપોર્ટ મળતો હતો. તેથી ઓરિસ્સાના ઢેંકનાલ પેલેસના યુવરાણી અને મારા બહેન મીનલ કુમારી સિંઘદેવનો સંપર્ક કર્યો અને ઓરિસ્સાના હસ્ત કળાના કારીગરોની મદદ કરવાનું નક્કી કર્યું. કારીગરો દ્વારા બનાવેલી હસ્તકળાની વસ્તુઓ મે ખરીદી અને બીજા સ્ટોક માટે ઓર્ડર આપ્યો. સોશિયલ મિડિયાની મદદથી કારીગરોની હસ્તકળાને લોકો સુધી પહોચાડી અને દેશના ખુણે ખુણેથી લોકોએ સારો પ્રતિભાવ આપીને કારીગરોની ઓર્ડર આપીને તેમજ આર્થીક મદદ પણ કરી. જેના થકી 600 પરિવારોને રોજગાર પ્રાપ્ત થયો અને અનાજ પાણીની પણ મદદ કરી. હું સીડીએસ આર્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવુ છે જે ભારતના રાજ્યોની હસ્તકળા અને ફેબ્રિકને પુનર્જિવિત કરે છે. રાજમાતા શુભાંગીની રાજે ગાયવાડ દ્વારા ચંદેરી સાડીને પુનર્જીવિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

માર્કેટ ગ્લોબલ થવાને કારણે હસ્તકળાની વસ્તુઓ મોડર્ન ડીઝાઇનની સામે ટકી શકી નહીં
એમઆરઆઇડીમાં પ્રિન્સિપલ ડિઝાઇનર તરીકે ફરજ બજાવી રહેલા નિહારીકા દવેએ જણાવ્યું હતું કે, હસ્તકળા અને હેન્ડલુમની સ્થિતિ 5-6 વર્ષો પહેલા કફોડી બની હતી. ગ્લોબલ માર્કેટ થવાના કારણે હસ્તકળા અને હેન્ડલુમની ડિઝાઇન મોડર્ન ડિઝાઇનની સામે ટકી શકી ન હતી પરંતુ પાછલા 5 વર્ષોથી તેને આગળ લાવવા સરકારે પગલા લીધા. ઉચ્ચકક્ષાના લોકોએ હસ્તકળાની વસ્તુઓને પુનર્જિવીત કરવાનું શરૂ કર્યું.

4 મહિના બાદ મળ્યો રોજગાર
ઓરિસ્સાના ઢેંકનાલ જિલ્લાના ઓખામાં ગામના પિત્તળના વાસણ બનાવનારા કારીગરોને મહારાણીએ રોજગાર આપ્યો.

અન્ય સમાચારો પણ છે...