શહેરના વોર્ડ નંબર 8ના લોકોને 6 મહિનાથી ગંદું પાણી મળતાં બીમારીનો ભય સતાવે છે. જેને પગલે મહિલાઓએ વોર્ડ 8ની કચેરીએ જઈ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. બે મહિનાથી તો પાણી અન્ય વપરાશમાં પણ ન લેવાય તેવું આવતાં નાગરીકોને વેચાતુ પાણી મગાવવું પડે છે. વિસ્તારના 100થી વધારે પરિવારના સદસ્યોને પીવાના પાણીના પ્રશ્નો સતાવી રહ્યા છે.
સોલંકી ફળિયા, રણછોડ ફળિયા, વાળંદ ફળિયાની મહિલાઓ ગંદા પાણીની બોટલો લઈને આવી હતી અને અધિકારીઓને રજૂઆત કરી હતી કે શુદ્ધ પાણી યોગ્ય સમયે આપવામાં આવે. સ્થાનિક પ્રિયંકા વાળંદે જણાવ્યું કે, અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈપણ કામગીરી કરાતી નથી. બાળકોની પરીક્ષા છે. તેઓ બીમાર પડે તેવો ભય છે. જ્યારે શિલ્પા વાળંદે જણાવ્યું કે, વિસ્તારોમાં બિમારીનો ભય છે. નિરાકરણ આવે તે અમારી માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.