• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After 5 Days Of Home Isolation, BJP MLA Shailesh Sotta's Corona Report Came Back Negative, Urging People To Wear Masks And Get Vaccinated.

ઝડપી રિકવરી:5 દિવસના હોમ આઇસોલેશન બાદ ભાજપના MLA શૈલેષ સોટ્ટાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, કહ્યું:'બીજી લહેર કરતા ત્રીજીમાં સંક્રમણની ઝડપ વધુ'

વડોદરા11 દિવસ પહેલા
ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા) (ફાઇલ તસવીર)
  • શૈલેષ સોટ્ટા કહે છે કે, ત્રીજી લહેરમાં કોરોનાના ગંભીર લક્ષણો ન જણાયા, માત્ર શરદી અને ઉધરસ હતા

વડોદરામાં રહેતા અને ડભોઇ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોમ આઇસોલેશનમાં હતાં. 5 દિવસની ઘરે જ સારવાર બાદ તેમનો રિપોર્ટ આજે નેગેટિવ આવ્યો છે

5 દિવસથી હું ઘરે જ સારવાર લઇ રહ્યો હતો
દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં ડભોઇ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ જણાવ્યું હતું કે, આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં હું ઘરે જ સારવાર લઇ રહ્યો હતો. મને શરદી અને ઉધરસના લક્ષણો જણાતા કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતા. જ્યાર બાદ પરિવારના સભ્યોનો રિપોર્ટ કરાવ્યો હતો, તે પણ પોઝિટિવ આવાતા સૌ હોમ આઇસોલેશનમાં હતાં.

બીજી લહેરમાં પણ કોરોના થયો હતો
શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું કે મને ગત માર્ચ મહિના કારોનાની બીજી લહેર દરમિયાન પણ કોરોના થયો હતો. જોકે, તે સમયે કોરોનાના ગંભીર લક્ષણો હતા અને તાવ પણ આવ્યો હતો. તેમજ સ્વાદ પણ નહોતો આવતો. પરંતુ, આ વખતે ત્રીજી લહેરમાં કોરોનાના ગંભીર લક્ષણો જણાયા ન હતા. માત્ર શરદી અને ઉધરસ હતા.

ત્રીજી લહેરમાં સંક્રમણ ઝડપી
સોટ્ટાએ કહ્યું હતું કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સંક્રમણ ફેલાતુ હતું, તેમાં થોડો સમય લાગતો હતો. પરંતુ, ત્રીજી લહેરમાં સંક્રમણ ઝડપથી લાગે છે. જો પરિવારના એક સભ્યને હવે સંક્રમણ લાગે તો બીજાને તેનું સંક્રમણ ઝડપી લાગે છે.

હોમ આઇસોલેશનમાં ફોન પર કાર્યકરોના સંપર્કમાં રહ્યા
હોઇ આઇસોલેશન દરમિયાન શૈલેષ સોટ્ટા ફોન દ્વારા પક્ષના કાર્યકરોમાં સંપર્કમાં રહ્યો હતા અને તેમના કોઇ કામ હોય તો ફોન પર જ ચર્ચા કરી કામ કર્યાં હતા. કોરોના દમિયાન પણ દિનચર્યા નિયમિત રહી તેમજ દવા અને પૂરતો આરામ કર્યો હતો.

પરિવારના અન્ય સભ્યોના ફરી રિપોર્ટ કરવાના બાકી
શૈલેષ સોટ્ટાની સાથે સાથે તેમના પુત્ર અને પરિવારજનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જો કે હાલમાં માત્ર શૈલેષ સોટ્ટાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આગામી દિવસોમાં પરિવારના અન્ય સભ્યોના રિપોર્ટ ડોક્ટરની સલાહ મુજબ કરવામાં આવશે.

લોકો માસ્ક પહેરે અને વેક્સિન જરૂર લે
ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ લોકોને અપીલ કરી છે કે, ત્રીજી લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાતુ હોવાથી લોકોએ બહાર નિકળતી વખતે માસ્ક જરૂર પહેરવું જોઇએ. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઇએ. તેમજ જે લોકોને હજુ પણ વેક્સિનનો પહેલો કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમણે લઇ લેવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...