તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:34 દિવસ બાદ પોઝિટિવ કેસની સંખ્યા ફરીવાર 101 પર પહોંચી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી બાદ ધીમે ધીમે કેસો વધી રહ્યા છે, વધુ 5 દર્દીઓનાં મોત
  • 11 દિવસમાં નવા 1000 કેસ નોંધાયા, કુલ આંક 17,041 પર પહોંચ્યો

અન્ય શહેરોના પગલે છેલ્લા 5 દિવસમાં કોરોનાના વડોદરામાં પણ કેસો વધતા જતાં 34 દિવસ બાદ ફરી એકવાર કોરોનાના નવા પોઝિટિવ કેસોએ એક જ દિવસમાં શનિવારે સદી નોંધાવતાં 101 કેસો આવ્યા હતા. ગત 11મી નવેમ્બરે કોરોનાના કુલ 16 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે શનિવારે આ સંખ્યા 17,041ની થઇ ગઇ હતી. જ્યારે વિતેલા 24 કલાકમાં કોરોનામાં અમદાવાદના 83 વર્ષીય વૃદ્ધ સહિત 5ના મોત નિપજ્યાં હતા.

કોરોનાએ ફરી માથું ઊચક્યું છે ત્યારે શહેરની ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં પણ આગામી દિવસોને ધ્યાનમાં રાખીને બેડ, ઓક્સિજનનો પુરવઠો અને દવાઓ, પીપીઇ કીટના સ્ટોક સહિતની બાબતો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં હાલમાં 1,138 દર્દીઓ સક્રિય સારવાર લઇ રહ્યાં છે. જોકે તેમાં કોઇ નોંધપાત્ર વધારો થયો નથી. 166 દર્દીઓને ઓક્સિજન પર અને 61ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

શનિવારના રોજ 98 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો હતો. જેને પગલે સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 15,686 પર પહોંચી ગઇ છે. હાલમાં 1,728 લોકો શહેર જિલ્લામાં ક્વોરન્ટાઇન છે. શનિવારે જે નવા દર્દીઓ આવ્યા તે પૈકી 62 વડોદરા શહેરના અને 39 વિવિધ ગામડાઓના હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં હાલમાં 30% જેટલા જ બેડ ભરાયેલા છે. જ્યારે વેન્ટિલેટરો પર આગામી સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં છે. શનિવારના રોજ ગોત્રી હોસ્પિટલમાં 166 અને સયાજી હોસ્ટિટલમાં 142 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો