તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:3 માસ પછી RTEમાં પ્રવેશની પ્રક્રિયા, 19મીથી ફોર્મ ભરાશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાનાં રહેશે

આરટીઇમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વાલીઓ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ લીધાના 3 મહિના પછી સરકારે આરટીઇની જાહેરાત કરતા વાલીઓ અસમંજસ ભરી સ્થિતિમાં મુકાઇ ગયા છે. 19 થી 23 ઓગસ્ટ સુધી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 11 સપ્ટેમ્બરે જાહેર કરાશે.

સરકારી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પ્રવેશ લીધો છે
કોરોના વચ્ચે જૂનમાં ઓનલાઇન સત્ર શરૂ થઈ ગયું છે. ત્રણ મહિનાનો સમય વિતી ગયો હોવા છતાં શિક્ષણ વિભાગ પાસે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે સમય નહતો. લાંબા ગાળા પછી શિક્ષણ વિભાગે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશની કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ આર્થિક રીતે પછાત વાલીઓ બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે ગ્રાન્ટેડ શાળાઓ કે જ્યાં ફી ઓછી હોય ત્યાં પ્રવેશ મેળવી લીધો છે. આ ઉપરાંત સરકારી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પ્રવેશ લીધો છે. ચાલુ વર્ષે કઆરટીઇમાં રીસીવિંગ સેન્ટરની કામગીરી નહીં કરાય. ડોક્યુમેન્ટ જમા કરાવવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે તમામ વસ્તુ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...