તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા માટે દુષ્પ્રેરણા:'હું ઘરે પરત આવું છું' તેમ ફોન પર પિતાને કહીને 3 કલાક બાદ દીકરીએ ગળેફાંસો ખાધો, પતિના કાકી સાથે આડા સંબંધ હતા

વડોદરા17 દિવસ પહેલા
  • સાસરીયાઓના અમાનુષી ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો
  • મૃતક યુવતીના પિતાએ સાસરીયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના અજબડી મીલ વિસ્તારમાં પતિના કાકી સાથેના આડા સંબંધો તથા સાસરીયાઓના અમાનુષી ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે પતિ સહિત સાસરી પક્ષના 5 સભ્યો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવી, મારામારી, ધાકધમકી અને સ્ત્રી અત્યાચાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મારા જમાઇના તેની કાકી સાથે આડાસંબંધ હતા
મધ્યપ્રદેશના રહેવાસી તથા મૃતકના મહિલાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનાફાતેમાંના લગ્ન વર્ષ-2013 દરમિયાન મહંમદ ઝુબેર મહંમદ ઈલિયાસ દિવાન સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. જેઓને સંતાનમાં બે પુત્રો છે. લગ્નના 3 વર્ષ બાદ જમાઇ તથા સાસરીયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી નાની-નાની વાતે ઝઘડો કરીને નાણાંની માગ કરતા હતા અને જમાઇને તેની કાકી સાથે પણ આડાસંબંધ હતા.

સાસરીયાઓના અમાનુષી ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો (પ્રતિકાત્મક તસવીર)
સાસરીયાઓના અમાનુષી ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો (પ્રતિકાત્મક તસવીર)

દીકરીએ પિતાને 3 કલાક પહેલા ઘરે આવવાની વાત કરી હતી
3 મહિના અગાઉ સાયરાબાનુએ મારી દીકરીને માર મારીને ઘરમાંથી કાઢવાની કોશિશ કરી હતી. 3 કલાક અગાઉ પુત્રીએ ફોન કરીને જણાવ્યું હતું કે, હું ઘરે પરત આવું છું ત્યારબાદ 12 વાગ્યે દીકરીએ ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદના આધારે સિટી પોલીસે પતિ મહંમદ જુબેર દિવાન, સસરા મહંમદ ઈલિયાસ દિવાન, સાસુ કુલસુમબીબી મોહમ્મદ ઈલ્યાસ દિવાન, કાકી રજીયાબાનુ, ઈરફાન દિવાન(તમામ રહે, હજરત એપાર્ટમેન્ટ પાસે, અજબડી મીલ, વડોદરા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ ગેમ રમવા અંગે ઝઘડો થતાં પરિણીતાનો આપઘાત
ગઇકાલે ગુરૂવારે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં 24 વર્ષીય મહિલાએ ગળાફાંસો ખાઇ લીધો હતો. સૂત્રો મુજબ પતિ-પત્ની વચ્ચે મોબાઈલ ગેમ રમવા અંગે ઝઘડો થયો હતો ત્યાર બાદ મહિલાએ આ પગલું ભર્યું હતું. યાકુતપુરામાં રહેતા મોહમ્મદ દિવાન પાણીગેટની કપડાની દુકાનમાં કામ કરે છે. બુધવારે રાત્રે પત્ની શના ફાતેમા સાથે મોબાઈલ ગેમ રમવા અંગે ઝઘડો થયો હતો. પત્ની સતત મોબાઈલ ગેમ રમતી હોવાનું જણાતા પતિ એ ટકોર કરી હતી. ઝઘડા બાદ દંપતી સૂઇ ગયું હતું. સવારે 11 વાગ્યે નીચે આવ્યા બાદ પત્નીએ ગળાફાંસો ખાઇ લીધો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતી ધો-9માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો
ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતી ધો-9માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો

ધો-9ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો
ગઇકાલે ગુરૂવારે વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતી ધો-9માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિની ઝલક આશિષભાઇ પાંડેએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ઝલક પાંડે વડોદરાની શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. ગુરૂવારે બપોરે 1 વાગે સ્કૂલેથી આવ્યા બાદ કોઇક કારણસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બપોરે ઘરે આવેલા પરિવારને દીકરી ઝલકને ફાંસો ખાધેલી હાલતમાં જોતા સ્તબ્ધ થઇ ગયા હતા અને આક્રંદ કર્યું હતું. વિદ્યાર્થિનીએ કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગે પાણીગેટ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પાણીગેટ પોલીસે લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે.

કિશોરીએ આપઘાત કર્યો હતો
4 દિવસ પહેલા વડોદરાના ગોત્રી રોડ સ્થિત યશ કોમ્પલેક્ષ પાસે આવેલા રણછોડ પાર્કમાં રહેતી ઉર્વશી સુથાર(ઉં.16 )તેના પરિવાર સાથે રહેતી હતી. સોમવારે તેણીએ રાત્રિના સમય દરમિયાન અગમ્ય કારણોસર મકાનના ઉપલા માળે જઈ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસને કરવામાં આવી હતી. તુરંત જ પોલીસ બનાવ સ્થળે આવી પહોંચ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ જાતે ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી લીધી હતી(પ્રતિકાત્મક તસવીર)
કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ જાતે ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી લીધી હતી(પ્રતિકાત્મક તસવીર)

નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ આપઘાત કર્યો
આ પહેલા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી ફાલ્ગુનીબેન રત્નાભાઇ રાજપૂત(ઉ.25)એ સગાઇ થયા બાદ જાતે ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી લીધી હતી. રહસ્યમય સંજોગોમાં ફાલ્ગુની બેને પોતાની જાતે જ દવાનું ઇન્જેક્શન લઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ વારસીયા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ કરતા ફાલ્ગુની રાજપૂતે લીધેલા ઇન્જેક્શન તેમજ દવાની બોટલ મળી આવતા કબજે લીધી હતી.