2 વર્ષથી કોરોનાકાળમાં આવેલી અખા ત્રીજમાં સોની બજારને મંદીનો સામનો કરવો પડ્યો હતો. 2022ની અખા ત્રીજ સોની બજારમાં તેજી લઇને આવી હતી. 30 કરોડનો વેપાર શહેરમાં થયો હતો. જેમાં 70 ટકા દાગીના, 30 ટકા સોનાની લગડીનું વેચાણ થયું હતું. ગ્રાહકોના ધસારાને ધ્યાનમાં લઇ રાત સુધી શોરૂમ્સ-દુકાન ખુલ્લી રખાઈ હતી.
અખા ત્રીજે 30 કરોડ કરતાં વધુનું સોનું વેચાયું હોવાનું જ્વેલર્સ એસો.એ જણાવ્યું હતું. સોનાનો ભાવ રૂા. 48,050 હતો. જ્વેલર્સ મુંજાલ સોનીએ જણાવ્યું કે, અખા ત્રીજને ધ્યાનમાં રાખી 30 ટકા વધુ સ્ટોક ભર્યો હતો. લાંબા સમય બાદ ચમક જોવા મળી હતી. જ્યારે જ્વેલર્સ એસો.ના પૂર્વ પ્રમુખ ગિરીશ ગણદેવીકરે કહ્યું કે,સોનાના વધતાં ભાવ વચ્ચે રોકાણના આશયથી પણ લોકોએ ખરીદી કરી હતી. બીજી તરફ અખા ત્રીજે શહેરમાં 15 જેટલી સાઈટ પર 200 કરોડથી વધુનાં ખાતમુહૂર્ત કરાયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.