તંત્ર દોડતું થયું:મળસ્કે 4 કલાકમાં 2 ઇંચ વરસાદ બાદ દિવસ કોરો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આદિત્ય ફ્લેટ, વાઘોડિયા-ડભોઈ રિંગ - Divya Bhaskar
આદિત્ય ફ્લેટ, વાઘોડિયા-ડભોઈ રિંગ
  • આજે પણ ભારે વરસાદ પડવાની આગાહી
  • ખોડિયારનગર 7 વિસ્તારો મોડી રાત સુધી પાણીમાં ગરકાવ

મધ્ય ગુજરાત સહિત વડોદરામાં 15 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મળસ્કે 4 કલાકમાં બે ઈંચ વરસાદ વરસતાં શહેરના 7 વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગુરુવાર રાત સુધી પાણી ન ઊતરતાં રહીશોના રોષના પગલે તંત્ર દોડતું થયું હતું.

શહેરમાં બુધવારે રાતે 2 વાગ્યાથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી 36 મિમી અને ગુરુવારે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી 20 મિમી મળીને 16 કલાકમાં કુલ 56 મિમી વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે અલકાપુરી જીએસટી ભવનની બહાર, ખોડિયારનગર વસાહતો, આજવા રોડ સતાધારનગર સોસાયટી, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, બાપોદ રંગ મંદિર રસ્તો, એપીએમસી શાક માર્કેટની અંદર, ભાયલી મળીને કુલ 7 જેટલા વિસ્તારોમાં ગુરુવાર રાત સુધી પાણી ન ઊતરતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ શહેરમાં ગુરુવારે 3 વૃક્ષ પડ્યાં હતાં, જેમાં એક રિક્ષા દબાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર રેસકોર્સ નજીક પીડબલ્યુ ડી ક્વાર્ટર્સ પાસે વીજ લાઈન પર ઝાડ પડ્યું હતું. જેતલપુરમાં ઝાડ પડતાં રિક્ષા દબાઈ હતી. જોકે તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે ભાયલાલભાઈ અમીન હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઉપરાંત નવાપુરામાં 1 મકાનની દીવાલ નમી જવાની અને શોર્ટસર્કિટ થયાની પણ ઘટના સામે આવી હતી.

આ ઉપરાંત વરસાદને પગલે શહેરની કેટલીક સ્કૂલો બંધ રખાઈ હતી, જ્યારે કેટલીક સ્કૂલોએ ઓનલાઇન ક્લાસ લીધા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ગુરુવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 29.1 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 23.2 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 98 ટકા અને સાંજે 79 ટકા નોંધાયું હતું. જ્યારે દક્ષિણ-પશ્ચિમની દિશાથી 4 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.

રાત્રે પડેલા ભારે વરસાદના પગલે અનેક સ્કૂલોમાં રજા આપી દેવાઇ
બુધવારે રાત્રે પડેલા ભારે વરસાદથી વહેલી સવાર સુધીમાં વિવિધ સ્થળે પાણી ભરાયાં હતાં, જેના પગલે શહેરની ઘણી સ્કૂલોમાં રજા આપી દેવાઈ હતી. વાન-રીક્ષા વર્ધી ચાલકો પણ પાણી ભરાવવાના પગલે બાળકોને લેવા આવી શક્યા નહતા. ઘણી સ્કૂલો દ્વારા ઓનલાઇન અભ્યાસ કરવામાં આવ્યો હતો.

તરસાલીની સૂર્યનગર સોસાયટી 2 દિવસથી પાણીમાં ગરકાવ
તરસાલીથી ધનિયાવી જતા રોડ પર સૂર્યનગર સોસાયટીમાં 2 દિવસથી પાણી ભરાઈ રહેતાં રહીશો ત્રસ્ત થઈ ગયા છે. સોસાયટીમાંથી પાણીના નિકાલનો રસ્તો ન હોવાથી ઘૂંટણસમા પાણીમાં લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...