સમાધાન:2 દિવસ બાદ દસ્તાવેજની નોંધણી રાબેતા મુજબ શરૂ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 કર્મચારીઓની હડતાળ સમેટાઈ

10 મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 70 જેટલા કમ્પ્યૂટર ઓપરેટરો મંગળવારે હડતાળ પર ઊતરી ગયા હતા. 2 દિવસ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર રહેતાં આશરે 1 હજાર દસ્તાવેજો અટકી ગયા હતા. જોકે બુધવારના રોજ મોડી રાત સુધી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ કંપની વચ્ચે ચાલેલી બેઠકમાં કર્મચારીઓને 3 તબક્કે પગાર ચૂકવવાની ફોર્મ્યુલા નક્કી કરાતાં આખરે ગુરુવારના રોજ હડતાળ સમેટી લેવાઈ હતી.

કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જે ફોર્મ્યુલા નક્કી કરાઈ છે તેમાં 16 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીમાં 2 મહિનાના ચેક ગેરંટી પેટે આપવાનું નક્કી કરાયું છે. 1 જાન્યુઆરી-2022 થી 30 માર્ચ-2022 સુધીમાં બાકીના 3 મહિનાના ચેક ગેરંટી પેટે આપવાના રહેશે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર સુધી 2 ચેક નહીં મળે તો 70 કર્મચારીઓ ફરી પાછા હડતાળ કરશે.

અન્ય સમાચારો પણ છે...