• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After 17 Years Of Marriage In Vadodara, The Husband Had Sexual Relations With A Russian Girl, The Wife Lodged A Police Complaint Against The Husband And The Girl

લગ્નેત્તર સંબંધ:વડોદરામાં લગ્નના 17 વર્ષ બાદ પતિએ રશિયન યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા, લગ્નેત્તર સંબંધથી પુત્ર જન્મ્યો, પિતાનું નામ પણ આપ્યું

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ અને રશિયન યુવતીએ મારઝુડ કરીને મહિલાને છૂટાછેડા આપી દેવા માટે દબાણ કર્યું
  • પત્નીએ પતિ અને યુવતી સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા પતિએ પત્ની સાથેના 17 વર્ષના લગ્ન જીવન બાદ સ્પામાં કામ આપીને રશિયન યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેનાથી થયેલા પુત્રને પિતાનું નામ આપ્યું હતું. આ મામલે પત્નીએ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં પતિ અને રશિયન યુવતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

રશિયન યુવતીને સ્પામાં નોકરી પર રાખીને શારીરિક સંબંધો બાંધ્યા
વડોદરા શહેરના અકોટા ગાર્ડન પાસે આવેલા ક્લાસિક કોમ્પલેક્ષમાં 702 નંબરના મકાનમાં રહેતા પરેશ સુરેશભાઇ પટેલના લગ્ન 17 વર્ષ પહેલા મુજમહુડા વિસ્તારની યુવતી સાથે થયા હતા. તેઓ સ્પાના માલિક છે. આ દરમિયાન પરેશ પટેલે એક રશિયન યુવતીને સ્પામાં નોકરી ઉપર રાખી હતી અને તે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તે બંનેને એક પુત્ર પણ થયો હતો. તે પુત્રને પણ પરેશે પિતા તરીકે પોતાનુ નામ આપ્યું હતું.

પતિએ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો
આ બાબતે પતિને કહેવા જતા પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપીને અપશબ્દો બોલીને મારઝુડ કરી હતી અને રશિયન યુવતીએ પતિને છૂટાછેડા આપી દેવા માટે માનસિક ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત પતિએ તેની પત્નીને કહી દીધુ હતું કે, રશિયન યુવતી તેની સાથે જ રહેશે. તારાથી જે થાય તે કરી લે કહીને ધમકીઓ આપી હતી.

પતિએ મારતા પત્નીને પેરેલિસિસ થયો
પતિના કરતૂતોની પત્નીને જાણ થયા બાદ પતિ પરેશ પટેલ મહિલા પર ગુસ્સે થઇ ગયો હતો અને ગંભીર રીતે માર મારતા મહિલાને શરીરમાં 20 ટકા જેટલી પેરેલિસિસની અસર થઇ ગઇ હતી.

પત્નીને વિશ્વાસમાં લઇને પતિએ તેની કાર પણ લઇ લીધી
પતિએ પત્નીને વિશ્વાસમાં લઇને વર્ના ફ્યુડીક કાર પણ લઇ લીધી હતી અને પરત આપી નથી. આ મામલે પત્નીએ પતિ અને રશિયન યુવતી સામે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...