તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ કેસના આંકડા સતત ઘટી રહ્યા છે. બુધવારે કોરોના પોઝિટિવના વધુ 88 કેસ નોંધાયા હતા. અગાઉ જુલાઈ મહિનાની 23મી તારીખે 82 કેસ આવ્યા હતા. જયારે 5 દર્દીના મોત થયા હતા.
ગત 23મી જુલાઈના દિવસે શહેરમાં કોરોના પોઝિટિવ 82 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 24મી તારીખે પોઝિટિવ કેસનો આંકડો વધી 90 પર પહોંચ્યો હતો. જોકે ત્યારબાદ આંકડો સતત વધતો અને ઘટતો રહ્યો હતો. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. આજે શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ઘટીને 88 પર પહોંચ્યો છે. આજે લેવાયેલા 3,615 નમુનાઓ પૈકીના 88 કેસ પોઝિટીવ આવ્યા હતા. 88 કેસ પોઝિટિવ આવતા કુલ કેસ વધીને 21,144 થયા છે. હાલમાં શહેરમાં 1,361 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 1,166 સ્ટેબલ છે, જ્યારે 147 દર્દી ઓક્સિજન પર અને 48 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે સારવાર લઈ રહેલા વધુ 100 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ ડિસ્ચાર્જની સંખ્યા વધીને 19,547 પર પહોંચી છે. જયારે 5ના મોત થયા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.