તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે લીધેલી વીમા કંપનીની પોલિસીમાં પાકતી મુદતે 2.50 લાખ રૂપિયા મળશે, તેવું વીમા કંપની દ્વારા અપાયેલા દસ્તાવેજોમાં જણાવાયા બાદ 14 વર્ષે વીમા કંપનીએ પોલિસીધારક સીએને પત્ર લખીને જાણ કરી હતી કે, અમારાથી ટાઇપિંગ મિસ્ટેક થઇ છે અને હવે 2.50 લાખના બદલે 1.68 લાખ મળશે. આ પત્ર બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કન્ઝ્યુમર કોર્ટમાં વીમા કંપની સામે ફરિયાદ કરી દાદ માગી હતી. શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંજીવ શાહે જણાવ્યું હતું કે, તેમણે 2006માં એલઆઇસીમાંથી જીવન સરલ પોલિસી લીધી હતી અને 2022માં આ પોલિસી પાકવાની હતી. તેઓ ક્વાર્ટર્લી પ્રિમિયમ પણ નિયમિત ભરે છે.
જ્યારે પોલિસી લીધી હતી ત્યારે વીમા કંપની દ્વારા અપાયેલા પોલિસીના દસ્તાવેજોમાં તેમને પાકતી મુદતે 2.50 લાખ રૂપિયા મળશે તેમ જણાવાયું હતું. જોકે પોલિસીના 14 વર્ષ બાદ વીમા કંપનીએ સપ્ટેમ્બર, 2020માં તેમને પત્ર લખીને જાણ કરી હતી કે, તેમનાથી ટાઇપિંગ મિસ્ટેક થઇ છે અને તેમને પાકતી મુદતે 2.50 લાખના બદલે 1.68 લાખ મળશે. આ પત્ર વાંચી સીએ સંજીવ શાહ સ્તબ્ધ થઇ ગયા હતા અને આટલી નામાંકિત સંસ્થા કેવી રીતે ટાઇપિંગ મિસ્ટેક કરી શકે તેવું તેમને લાગ્યું હતું અને જો ટાઇપિંગ મિસ્ટેક હોય તો 14 વર્ષે કેવી રીતે ખબર પડી તેવો સવાલ પણ તેમને થયો હતો.
તેમણે નિયમીત પ્રિમિયમ પણ ભરેલું છે જેથી વીમાકંપનીએ એક તરફી નિર્ણય લઇ લીધો હોવાનું જણાતા તેમણે તેમના એડવોકેટ મારફતે વીમાકંપની સામે કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કર્યો હતો.આ અંગે ફરિયાદી દ્વારા વિવિધ પ્રકારના દસ્તાવેજી રજૂ કરવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. બનાવના પગલે વિવિધ વીમા કંપનીની પોલિસી લેતાં ધારકોમાં ભારે હલચલ મચી ગઈ છે અને કંપની સામે સવાલો ઊભા થયાં છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.