તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:11 દિવસ બાદ વરસાદના પુનરાગમનથી ઠંડક પ્રસરી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખા દિવસના ઉકળાટ બાદ રાત્રે વરસાદ

શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોચી જતા દિવસ દરમિયાન લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો. દિવસભરની અસહ્ય ગરમી બાદ સાંજે ઠંડા પવનો ફુંકાયા બાદ રાત્રે વરસાદ વરસ્યો હતો. છેલ્લે 30 જૂને વરસાદ થયો હતો. જેના 11 દિવસ બાદ ફરી વરસાદ થતાં લોકોને ગરમીમાંથી મુક્તિ મળી હતી.

બીજી તરફ વરસાદી સીસ્ટમ ડેવલપ થતા 12 જુલાઈએ શહેરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી દ્વારા કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં 11 થી 16 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં 12 જુલાઈના રોજ મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી છે. ફોરકાસ્ટ જોઈએ તો આગામી પાંચ દિવસોમાં 3 થી 5 ઈંચ વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...