ભાસ્કર વિશેષ:10 વર્ષ પછી જૂનાગઢથી બાળસિંહની જોડી કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં લવાઈ, 7 દિવસ ક્વોરન્ટાઇન રખાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શનિવારે મધરાતે 2 વાગે આગમન, 15 દિવસ પછી સહેલાણીઓ નિહાળી શકશે

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહણના મોત બાદ પાલિકા સત્તાધિશોએ જૂનાગઢથી સિંહણનાં બે બચ્ચાં મગાવ્યાં હતાં અને ગત મોડી રાતે 2 વાગે વડોદરામાં તેનું આગમન થયું હતું. 10 વર્ષ પહેલાં જૂનાગઢથી જ લાવવામાં આવેલી 13 વર્ષીય સિંહણ ગેલનું તાજેતરમાં મોત નીપજ્યું હતું. સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગેલ નામની એક માત્ર સિંહણ હતી. 10 વર્ષ પહેલાં જ જૂનાગઢથી આ સિંહણને વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવામાં આવી હતી અને તેને મોના ભાગે ઇજા પહોંચતાં લગભગ 10 દિવસ સુધી ખોરાક પણ લીધો ન હતો.

આ સિંહણને ત્રણ દિવસ સુધી ડ્રેસિંગ પણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલત ન સુધરતાં છેવટે આણંદથી વેટરનરી કોલેજનાં સર્જરી વિભાગના ડો. પરીખ અને તેમની ટીમને વડોદરા બોલાવવામાં આવી હતી. તબીબોએ સિંહણના ઘાની સર્જરી પણ કરી હતી પણ જીવ બચ્યો ન હતો.

આ સંજોગોમાં, પાલિકાએ ફરી એક વખત જૂનાગઢથી સિંહના બચ્ચા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને શનિવારે મોડી રાતે 2 વાગે સિંહના બંને બચ્ચા ઝૂમાં આવ્યા હતા અને તેમને 7 દિવસ સુધી ક્વોરોન્ટાઇન કરવામાં આવશે. ઝુ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું કે,ઝુમાં એકમાત્ર સિંહણ હતી અને તેનું અવસાન થયું હતું.જૂનાગઢથી સિંહ સિંહણ એમ બે બચ્ચા ની જોડી વડોદરા લવાઈ છે અને સહેલાણીઓ માટે 15 દિવસ પછી પાંજરામાં લવાશે.

કમાટીબાગ ઝૂમાં 3 વર્ષ અગાઉ કાળિયાર અને નર હિપ્પો હુમલાના કારણે મર્યા હતા
3 વર્ષ પહેલા કમાટીબાગ ઝૂના પંખીઘરની બાજુના પિંજરામાં કાળિયાર પ્રજાતિનાં 8 કાળિયાર હરણને કૂતરાઓએ ફાડી ખાધા હતા ત્યારે વિવાદ થયો હતો. જ્યારે ઝૂમાં નર હિપો ચુન્નુનું માદા સાથેની લડાઇમાં મોત થયું હતું.ભુતકાળમાં સિક્યુરીટી વિભાગની બેદરકારી છતી થઈ હતી.

7 મહિના પૂર્વે વાઘણની તબિયત લથડી હતી
ઝૂમાં વાઘણની હાલત સાત મહિના પહેલા ખૂબ જ ગંભીર બની હતી. એપ્રિલ મહિનામાં વાઘણની તબિયત લથડતા તબીબોએ તેની હાલત ક્રિટીકલ ગણાવી હતી. તે બચશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરાઇ હતી. જોકે સદનસીબે આ વાઘણની હાલત સુધરી હતી અને હાલમાં ઝૂમાં છે.

અન્ય સમાચારો પણ છે...