ચિંતા:સુરસાગરમાં 1 માસ બાદ ફરી મૃત માછલીઓ મળી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત 21મીએ જ મૃત માછલીઓ મળી હતી
  • આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ

શહેરનાં અનેક તળાવોમાં માછલીઓનાં મોત થવાના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં બ્યૂટિફિકેશન કરાયેલા સુરસાગર તળાવમાં વધુ એક વખત માછલીઓ મૃત હાલતમાં મળતાં આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી. શહેરમાં પાલિકાએ 26 તળાવના કરેલા બ્યૂટિફિકેશન બાદ પણ તેમાં ડ્રેનેજનાં પાણી છોડાતાં હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.

​​​​​​​ભૂતકાળમાં સુરસાગર તળાવ, કમલાનગર તળાવ, વારસિયા તળાવ અને સમા તળાવમાં અસંખ્ય માછલીનાં મોત થયાં છે. તાજેતરમાં ખોડિયારનગર ચાર રસ્તા નજીકના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓનાં મોત થયાં હતાં. તેમજ ગત મહિનાની 21મી તારીખે પણ સુરસાગરમાં માછલીઓનાં મોત થયાં તંત્ર સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેવામાં સુરસાગરમાં ફરી માછલીઓ મૃત મળતાં પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. મૃત માછલીઓના કારણે આસપાસ દુર્ગંધ વ્યાપી હતી. પાણીમાં ઓક્સિજન ઘટતાં માછલીઓનાં મોત થતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...