મુશ્કેલી:આફ્રિકાના બંધકોને નાઇજિરિયા લઇ જવાશે, હર્ષવર્ધનનો પરિવાર ચિંતિત

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આફ્રિકામાં ફસાયેલા ઇજનેર સહિત તમામ બંધકોની મુશ્કેલી વધી
  • વધુ એક વીડિયો આવતાં સાંસદને રજૂઆત કરવામાં આવી

છેલ્લા 90 દિવસથી સેન્ટ્રલ આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિનીમાં ફસાયેલા વડોદરાના એન્જીનીયર હર્ષવર્ધન શૌચે સહિતના બંધકોને નાઈજીરીયા લઇ જવાનો નિર્ણય લેવાતાં તેમના પરિવારમાં ચિંતા વધી છે. બંધકો પૈકીના એક યુવકે આ અંગેનો એક વીડીયો પણ મોકલાવ્યો છે. વીડીયો મળતાં શૌચે પરિવારમાં ગમગીની વ્યાપી હતી અને હકીકતની જાણ સાસંદ રંજનબેન ભટ્ટને કરી હતી.

અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમાં શિવાશીષ ફ્લેટમાં રહેતા હર્ષવર્ધન મુકુંદભાઈ શૌચે ફેબ્રુઆરી માસમાં ઇક્વિટેરિયલ ગિની ખાતે ગયા હતા. શિપમાં નોકરી ઉપર હતા તે દરમિયાન સિક્યુરિટીએ પકડી લીધા હતા. તે વાતને 90 દિવસ થઈ ગયા છે. પરંતુ, હજુ સુધી વડોદરાના હર્ષવર્ધન શૌચે સહિત 26 ભારતીયોનો છુટકારો થયો નથી. દરમિયાન બંધકો પૈકીના એક યુવકે વીડીયો મોકલી જણાવ્યું છે કે હવે નાઇજીરિયા અમારો કબજો લઇ રહ્યું છે જે ગેરકાયદે છે.

શૌચે પરિવારજનોએ જણાવ્યું હતું કે ‘હર્ષવધન સહિત તમામ 26 ક્રુ મેમ્બરનો કબજો નાઇજીરિયાએ લેવાનો નિર્ણય કર્યો છે જેથી અમે વધુ ચિંતીત બન્યા છે. આ અંગે અમે સાસંદ રંજનબેન ભટ્ટનો સંપર્ક કરી હકીકત વર્ણવી હતી અને રંજનબેને તુરંત જ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને ત્વરીત બંધકોને છોડાવવા માટે રજૂઆત કરી હતી. જેના પગલે વિદેશ મંત્રાલય પણ હવે વધુ સક્રિય બન્યું છે.ઉલ્લેખનીય છે કે,વિદેશ મંત્રાલય દ્વારા બંધકોને મુક્ત કરાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.

બંધકોના પરિવાર એકબીજાના સંપર્કમાં
આફ્રિકાના જીનીયા ખાતે વડોદરા સહિત ભારતના 16 યુવકો ફસાયેલા છે. હાલમાં તેઓનાં પરિવાર સતત સંપર્કમાં છે અને કોઈ પણ વીડીયો બંધકો તરફથી આવે એટલે પરિવાર વચ્ચે શેર કરવામાં આવે છે, જરૂર પડે વિડીયો કોલથી પરિવારજનો સંપર્કમાં છે. પરિવારજનો પૈકીના એક યુવકના પરિવારજને જણાવ્યું હતું કે, ગઇકાલે તમામ બંધકો પાસેથી મોબાઈલ ફોન લઇ લેવાયા હતા પણ આ બંધકો ફોન કરવામાં અને વીડીયો મોકલવાનું કામ ભારે મુસીબત વચ્ચે પણ કરી રહ્યા છે. 16 બંધકો ઉપરાંત 10 બંધકો શ્રીલંકાના પણ છે.

અન્ય સમાચારો પણ છે...